નવી દિલ્હીઃ (New Delhi) કોંગ્રેસ પાર્ટીના (Congress Party) નવા અધ્યક્ષની (President) ચૂંટણીની પ્રક્રિયા રવિવારે શરૂ થઈ ગઈ છે. પાર્ટીના ચૂંટણી સત્તાવાળાએ કહ્યું છે કે તે 20 સપ્ટેમ્બર સુધી નવા વડાની પસંદગી કરી લેશે. ચૂંટણી અધિકારી એઆઈસીસીના પ્રતિનિધિઓની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. આ પ્રતિનિધિઓ પક્ષના ટોચના પદ માટે નિર્ણાયક ચૂંટણીમાં (Election) મતદાન કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ચૂંટણીની છેલ્લી તારીખને મંજૂરી આપશે. સોનિયા ગાંધી અને પાર્ટીનું કહેવું છે કે 20 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસને તેના નવા અધ્યક્ષ મળી જશે.
કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માટે છેલ્લી તારીખને મંજૂરી આપવાનું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) પર નિર્ભર છે. આ તારીખ 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે કોઈપણ દિવસ હોઈ શકે છે. CWCએ નિર્ણય લીધો હતો કે 16 એપ્રિલથી 31 મે 2022 સુધી બ્લોક સમિતિઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના એક-એક સભ્ય માટે ચૂંટણી યોજવામાં આવશે.
1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જિલ્લા સમિતિના પ્રમુખ અને કારોબારીની ચૂંટણી યોજાશે. 21 જુલાઈથી 20 ઑગસ્ટ 2022 સુધી પીસીસીના વડાઓ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના સભ્યોની ચૂંટણી અને પ્રમુખની ચૂંટણીઓ યોજાશો. જ્યારે AICCની 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે ચૂંટણી થશે. મિસ્ત્રીએ કહ્યું કે અમે કાર્યક્રમને વળગી રહીશું. અમે પાર્ટી નેતૃત્વને ચૂંટણી શિડ્યુલ પહેલેથી જ મોકલી દીધું છે અને CWCની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ જે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની છેલ્લી તારીખ નક્કી કરશે.
બીજી તરફ તેમણે કહ્યું કે બ્લોક, જિલ્લા અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓના સ્તરે સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. જો કે મિસ્ત્રીએ કહ્યું કે ચૂંટણી સત્તા એઆઈસીસી પ્રતિનિધિઓની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. આ પ્રતિનિધિઓ પક્ષના ટોચના પદ માટે નિર્ણાયક ચૂંટણીમાં મતદાન કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ચૂંટણીની છેલ્લી તારીખને મંજૂરી આપશે.
સોનિયા ગાંધી અને પાર્ટીનું કહેવું છે કે 20 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ મળી જશે. જી-23 જૂથના નેતાઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને તેની પારદર્શિતા પર નજર રાખી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને મનીષ તિવારી સહિત G-23 ના નેતાઓ CWC થી બ્લોક સ્તર સુધી ચૂંટણીના યોગ્ય સંચાલન માટે આગ્રહ રાખી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.