રાજ્ય સરકારના માહિતીખાતાની વર્ગ ૧ અને ૨ની ભરતી પરીક્ષાઓ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસના સિનિયર અગ્રણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરી હતી. આ ઉપરાંત આ પરીક્ષામાં જો કોઇ ગેરરીતિ થઈ હોય તો આ તમામની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગણી કરી છે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મુખ્ય મંત્રી કાર્યાલય હેઠળના માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી અધિકારી વર્ગ-૧ની ૮ તથા વર્ગ-૨ની ૧૫ સહિતની ૨૩ જગ્યાીઓની ભરતી કરવાની હતી. કાયદા મુજબ વર્ગ-૨ કે તેથી ઉપરના સંવર્ગ જગ્યાગઓની ભરતી ગુજરાત પબ્લિયક સર્વિસ કમિશન મારફતે જ કરવાની હોય છે. ભરતીમાં માત્ર ગોબાચારી કરવાના ઈરાદાથી રાજ્યા સરકારે પોતે જ એક સમિતિ બનાવીને ભરતી કરવાનો ઠરાવ કરેલો હતો.
અર્જૂન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે ગુજરાત સરકારની ખાતાકીય અને ગૌણ સેવા પસંદગી મંડળ મારફત થતી પસંદગી પ્રક્રિયામાં ગોબાચારી થાય જ છે, પરંતુ વર્ગ-૧ અને ૨ની પરીક્ષાઓ તો ગુજરાત પબ્લિપક સર્વિસ કમિશન મારફત કરાવવાની કાનુની જોગવાઈ હોવા છતાં કયા કારણોસર આ પરીક્ષાઓ ખાતાકીય રીતે બહારની એજન્સીાને કામ સોંપવાનું કારણ શું હતું ? પરીક્ષાઓ પૂર્ણ થયા પછી નિષ્ણાતતોની નિમણુંકમાં લાગવગશાહી કેમ કરવામાં આવી ? મહિલાઓ અને એસસી –એસટી- ઓબીસી- ઈબીસી અનામતના ધોરણો કેમ ન જળવાયા ? આ બાબતે રાજ્યસ સરકાર જવાબ આપે અને કૌભાંડીઓની ધરપકડ કરીને આ પરીક્ષાઓ ગુજરાત પબ્લિાક સર્વિસ કમિશન મારફત લેવાની તેમણે માંગણી કરી હતી.
માહિતીખાતાનો કબજો ત્રણ નિવૃત કર્મચારીઓ પાસે
મોઢવાડિયાએ કહ્યુ હતુ કે માહિતી વિભાગનો કબજો ત્રણ નિવૃત્ત કર્મચારીઓ પાસે છે, અને આ ત્રણેય અધિકારીઓએ કમલમ્ના મળતીયાઓને ગોઠવવા કાનુન વિરોધી આ ભ્રષ્ટા ચારી તરીકો અપનાવ્યોધ છે. એક ઉમેદવાર જેઓ વર્ગ-૨ના અધિકારી તરીકે માહિતી અધિકારી તરીકે સેવા આપે છે, તેઓ ખાતાકીય પરીક્ષા આપીને વર્ગ-૧માં પ્રમોશન મેળવવા બે વખત પરીક્ષામાં નિષ્ફચળ ગયા હતા, પરંતુ આ જ અધિકારી સીધી ભરતીની પ્રક્રિયામાં વર્ગ-૧માં પ્રથમ ત્રણમાં સ્થાચન મેળવેલ છે. બાકીના વર્ગ-૨ના બે અધિકારીઓએ પણ એક થી ૧૦ માં સ્થાન મેળવ્યું છે.