National

પાસપોર્ટ કેસમાં રાહુલ ગાંધીને રાહત, કોર્ટે ત્રણ વર્ષ માટે NOC આપી

નવી દિલ્હી: પાસપોર્ટ કેસમાં (Passport case) કોર્ટે કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધીને (Rahul Gandhi) મોટી રાહત આપી છે. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં રાહુલ ગાંધીને નવા પાસપોર્ટ માટે 3 વર્ષની એનઓસી (NOC) આપી છે. જો કે રાહુલ ગાંધીએ કોર્ટને 10 વર્ષની NOC માટેની માગ કરી હતી. બીજેપી (BJP) નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને નવા પાસપોર્ટ કેસમાં NOC આપવામાં આવે તો નેશનલ હેરાલ્ડ કેસની તપાસ પ્રભાવિત થઈ શકે છે. NOC મળવાને કારણે રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને સર્જાયેલું સસ્પેન્સનો પણ અંત આવ્યો છે.

31 મેના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ 4 જૂને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ સિવાય રાહુલ ગાંધી કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

સુબ્રમણ્યમ સ્વામીએ વિરોધ કર્યો હતો
સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી છે. આવી સ્થિતિમાં વિદેશ જવાથી તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે અમને રાહુલ ગાંધીના વિદેશ જવા સામે કોઈ વાંધો નથી પરંતુ પરત ફરવાની ગેરંટી હોવી જોઈએ. રાહુલ ગાંધીએ નિર્ધારિત સમયમાં ભારત પરત ફરવું પડશે. નેશનલ હેરાલ્ડ કેસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો વિરુદ્ધ સ્વામી દ્વારા કરવામાં આવેલી ખાનગી ફોજદારી ફરિયાદ પર આધારિત છે, જેમાં તેમના પર છેતરપિંડી, ષડયંત્ર અને વિશ્વાસના ગુનાહિત ભંગનો આરોપ છે.

ગુજરાતના સુરતની એક અદાલતે ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે રાજદ્વારી પ્રવાસના દસ્તાવેજો પરત કર્યા હતા. આ જ કારણ છે કે રાહુલે ‘સામાન્ય પાસપોર્ટ’ મેળવવા માટે ‘એનઓસી’ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘અટક’ વિશેની ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના એક નેતાની સજાને સ્થગિત કરવામાં આવી છે.

Most Popular

To Top