SURAT

સુરતમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારની પૂર જોશમાં તૈયારી, દિવ્યાંગ કલાકારે બાબાનું પેઇન્ટિંગ બનાવ્યું

સુરત: સમગ્ર ભારતમાં (India) હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરતા બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના (Gujarat) મહેમાન બન્યા છે.  બાબાનો દિવ્ય દરબાર સુરતમાં (Surat) આજથી બે દિવસ એટલે કે 26 અને 27 મેના રોજ લિંબાયતના નીલગીરી મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે. બાગેશ્વર બાબાની સુરતમાં મહેમાનગતિ માટે ઉચ્ચકોટીની વ્યવસ્થા કરવામાં આવી છે. બાગેશ્વ સરકારનો ‘દરબાર’ સાંજે 5 વાગ્યે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગેટ છે.

સંગીતા પાટીલે જણાવ્યું છે કે 7.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 20 બ્લોક બનાવવામાં આવ્યાં છે જ્યાં 1.75 લાખથી વધુ લોકો બેસી શકશે. ઉપરાંત 5,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લેતી એકથી વધુ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. શુક્રવારે સાંજે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા બાબાના આગમન માટે 20થી 25 ફૂટ મોટી રંગોળી ની તૈયારી કરવામાં આવી છે. કાર્યક્રમમાં લગભગ 2 લાખ લોકો આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.  સુરત સહિત અન્ય રાજ્યમાંથી પણ ભક્તો બાબાના દર્શન માટે પહોંચ્યા છે. બાબાની એક ઝલક પામવા ભક્તો આતુર છે. ઉપરાંત સુરતના દિવ્યાંગ કલાકાર દ્વારા બાબાનું પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આકાશમાંથી ગરમી વરસી રહી છે છતાં લોકો ગ્રાઉન્ડ પર અડગ છે. શ્રદ્ધાળુઓ બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી તેવું કહી રહ્યા છે. સુરતમાં તૈયાર કરવામાં આવેલી હનુમાનની મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો હનુમાન ગદા જોઈ અભિભૂત થઈ રહ્યા છે. હનુમાન જ્યોત યાત્રા અંતર્ગત મહાકાય ગદા બનાવવામાં આવી છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાય તે પહેલાં લીંબાયતમાં બેનરો ફડાયા
સુરતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તે પહેલા વિરોધનો સુર ઉઠ્યો છે.

કેટલાક અસંતુષ્ટ લોકો અને વિરોધીઓ દ્વારા લીંબાયત વિસ્તારમાં બાબા ના દિવ્ય દરબારના કાર્યક્રમ સંદર્ભે લગાડવામાં આવેલ બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા.

Most Popular

To Top