પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સદીથી ય વધુ જૂના કોંગ્રેસ પક્ષને હરાવી દાયકા જૂનો આમ આદમી પક્ષ પોતાના ભવિષ્ય માટે બેવડી વિચારણા કરી રહ્યો છે. 1. વિપક્ષી એકતાના રથ માટેની ધરીમાં તે કોંગ્રેસનું સ્થાન લઇ શકશે? 2. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ સાથે તેના ભવિષ્યના સંબંધ કેવા રહેશે? આ પ્રશ્નો દેશના રાજકારણમાં બે અંતિમો તરફ નિર્દેશ કરે છે અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આપને તો હાલમાં ઘી કેળાં છે. બીજા પ્રશ્નનો જવાબ પહેલાં લખીએ તો આપે ભારતીય જનતા પક્ષ સાથે નહીં તો મોદી સરકાર સાથે કુનેહપૂર્વકના સંબંધ ઘડયા છે. કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન બીજી વાર બન્યા ત્યારથી તેણે કેન્દ્ર સાથે કટ્ટર હરીફ તરીકે કામ કરવાને બદલે સમાધાનકારી વલણ રાખ્યું છે, જેથી દિલ્હીના કેન્દ્રશાસિત પ્રદેશનું શાસન કરી શકાય.
સરકાર ચલાવવી એક વાત છે, પણ ખેતી કાયદા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને ટેકો આપવો એ અલગ બાબત છે. પંજાબમાં ભારતીય જનતા પક્ષનું અસ્તિત્વથી અને કોંગ્રેસમુકત ભારતની દિશામાં આગળ વધવા કોંગ્રેસને હરાવવાની સ્થિતિમાં કયાંય નથી ત્યારે આપ એક વિકલ્પ તરીકે આગળ આવ્યો છે જે ભારતીયજનતા પક્ષને ગમે. ઉત્તરાખંડ અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના અને તેની મત બેંક કાપવાના કામમાં આવતી ભૂમિકાનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી અને ત્યાં જ કેન્દ્રમાં શાસક પક્ષને આપ સાથેની ગોઠવણ હાથવગી છે. ભારતીય જનતા પક્ષના આપ સાથેના સંબંધો આ જ સંદર્ભમાં નથી જોવાના, પણ ભારતીય જનતા પક્ષ જેનો રાજકીય બાહુ છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસને પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં પછાડવામાં આપની ભૂમિકાને કઇ રીતે જુએ છે તેના સંદર્ભમાં પણ જોવાનો છે.
વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ પછી સંઘના મુખ્ય આ ઓર્ગેનાઇઝરમાં સંઘના એક વિચારક રતન શારદાએ લખેલો લેખ બંને પ્રશ્નોને આડકતરી રીતે સ્પર્શે છે. ‘વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસના મોટા ભા થવાના વલણને પડકારવામાં અને 2024 માં ભારતીય જનતા પક્ષ સામે ટક્કરબંધ પ્રાદેશિક ખેલાડીઓને વધુ સોદાબાજીની શકિત આપશે અને પંજાબમાં આપનો પ્રચંડ વિજય વિપક્ષી શકિતને બદલશે. પંજાબમાં આપના પ્રચંડ વિજય તેને દિલ્હી પછી અન્ય રાજયોમાં વિસ્તારનાર એક માત્ર બીજો પક્ષ બનાવતો હોવાથી કેજરીવાલને અને પક્ષને રાષ્ટ્રીય વિકલ્પ બનાવે છે અને આપના નેતાઓએ તો જાહેર કરી દીધું છે કે પક્ષ એક રાષ્ટ્રીય વિકલ્પ તરીકે બહાર આવશે અને કોંગ્રેસનું સ્થાન લેશે.સંઘ અને ભારતીય જનતા પક્ષની દૃષ્ટિએ વાંચતાં આ રસપ્રદ નિરીક્ષણો આપે છે.
પંજાબમાં આપનો વિજય ભારતીય જનતા પક્ષ માટે અને તેના વ્યૂહરચનાકારો માટે કોંગ્રેસ કે શિરોમણિ અકાલી દળ કરતાં વધુ લાભદાયી છે. ભારતીય જનતા પક્ષ અને ખાસ કરીને તેને પૂરક બનતાં આપ બંને કોંગ્રેસ પર પ્રહાર કરે છે. ભારતીય જનતા પક્ષ મોદીના કોંગ્રેસમુકત ભારતના વિચારમાં સહાયરૂપ થાય છે, જયારે આપ કોંગ્રેસની રહીસહી મતબેંક પણ લૂંટી તેનો વિકલ્પ બનવા માંગે છે અને તેમાં લાભ તો 2024 સુધી ભારતીય જનતા પક્ષને જ છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને હવે ત્યાં વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં કોંગ્રેસ અને આપ કેવો દેખાવ કરે છે તે જોવાનું રહ્યું. બે નહીં તો એકમાં ય આપનો વિજય કેજરીવાલને રાષ્ટ્રીય નેતા બનવા તરફ દોરી જશે. કોંગ્રેસનો કયાંય પણ વિજય થશે તો વિપક્ષી એકતા માટેના પ્રયત્નોને વધુ ગૂંચવી નાંખશે. વિપક્ષી એકતા માટેનો સળવળાટ થશે તો ભારતીય જનતા પક્ષની વ્યૂહરચનાકારો તેને કેવી રીતે જોશે? કોંગ્રેસ સંચાલિત કે આપની ગૂંથણીવાળી એકતા ભારતીય જનતા પક્ષને અનુકૂળ રહેશે?
પંજાબમાં આપનું સંગઠન માળખું હતું. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં નથી. તૃણમૂલ કોંગ્રેસમાં તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વડા અને મુખ્ય પ્રધાનો મમતા બેનરજી અને કે. ચંદ્રશેખર રાવે ભારતીય જનતા પક્ષ સામે ટક્કર લેવાની કોંગ્રેસની ક્ષમતા સામે વારંવાર સવાલ કર્યો છે અને પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોએ તેનો જવાબ આપ્યો છે. કેજરીવાલ આ પક્ષોની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષામાં ફાચર મારી વિપક્ષ એકતાના રથની ધરી બની શકશે? કેજરીવાલ માટે આ મહત્ત્વાકાંક્ષામાં રાચવા માટે 2024 હજી દૂર છે. આપે હજી કોંગ્રેસના ભોગે ઘણું કરવાનું છે. પણ મમતા, રાવને નારાજ કરી વિપક્ષી એકતાનો જોરદાર દાવો કરી શકશે? દિલ્હીની બહાર પગ મૂકી આપને લાભદાયક સ્થિતિમાં કેજરીવાલે મૂકયો છે અને એકથી વધુ રાજયોમાં શાસન કરનાર એક માત્ર પક્ષ બનાવ્યો છે. વધુ એક રાજયમાં ચૂંટણી વિજય થાય તો આપ અન્ય કોઇ પણ પ્રાદેશિક પક્ષ કરતાં વધુ આગળ નીકળી જશે. વિપક્ષી એકતાના કેન્દ્રમાં રહેવાના કેન્દ્રની ક્ષમતા ડગમગી ગઇ છે અને આપની વધી છે. વિપક્ષી એકતાની શતરંજમાં કોંગ્રેસ અને આપ એકબીજાને કઇ રીતે જુએ છે તે જોવાનું રસપ્રદ રહેશે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સદીથી ય વધુ જૂના કોંગ્રેસ પક્ષને હરાવી દાયકા જૂનો આમ આદમી પક્ષ પોતાના ભવિષ્ય માટે બેવડી વિચારણા કરી રહ્યો છે. 1. વિપક્ષી એકતાના રથ માટેની ધરીમાં તે કોંગ્રેસનું સ્થાન લઇ શકશે? 2. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ સાથે તેના ભવિષ્યના સંબંધ કેવા રહેશે? આ પ્રશ્નો દેશના રાજકારણમાં બે અંતિમો તરફ નિર્દેશ કરે છે અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આપને તો હાલમાં ઘી કેળાં છે. બીજા પ્રશ્નનો જવાબ પહેલાં લખીએ તો આપે ભારતીય જનતા પક્ષ સાથે નહીં તો મોદી સરકાર સાથે કુનેહપૂર્વકના સંબંધ ઘડયા છે. કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન બીજી વાર બન્યા ત્યારથી તેણે કેન્દ્ર સાથે કટ્ટર હરીફ તરીકે કામ કરવાને બદલે સમાધાનકારી વલણ રાખ્યું છે, જેથી દિલ્હીના કેન્દ્રશાસિત પ્રદેશનું શાસન કરી શકાય.
સરકાર ચલાવવી એક વાત છે, પણ ખેતી કાયદા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને ટેકો આપવો એ અલગ બાબત છે. પંજાબમાં ભારતીય જનતા પક્ષનું અસ્તિત્વથી અને કોંગ્રેસમુકત ભારતની દિશામાં આગળ વધવા કોંગ્રેસને હરાવવાની સ્થિતિમાં કયાંય નથી ત્યારે આપ એક વિકલ્પ તરીકે આગળ આવ્યો છે જે ભારતીયજનતા પક્ષને ગમે. ઉત્તરાખંડ અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના અને તેની મત બેંક કાપવાના કામમાં આવતી ભૂમિકાનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી અને ત્યાં જ કેન્દ્રમાં શાસક પક્ષને આપ સાથેની ગોઠવણ હાથવગી છે. ભારતીય જનતા પક્ષના આપ સાથેના સંબંધો આ જ સંદર્ભમાં નથી જોવાના, પણ ભારતીય જનતા પક્ષ જેનો રાજકીય બાહુ છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસને પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં પછાડવામાં આપની ભૂમિકાને કઇ રીતે જુએ છે તેના સંદર્ભમાં પણ જોવાનો છે.
વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ પછી સંઘના મુખ્ય આ ઓર્ગેનાઇઝરમાં સંઘના એક વિચારક રતન શારદાએ લખેલો લેખ બંને પ્રશ્નોને આડકતરી રીતે સ્પર્શે છે. ‘વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસના મોટા ભા થવાના વલણને પડકારવામાં અને 2024 માં ભારતીય જનતા પક્ષ સામે ટક્કરબંધ પ્રાદેશિક ખેલાડીઓને વધુ સોદાબાજીની શકિત આપશે અને પંજાબમાં આપનો પ્રચંડ વિજય વિપક્ષી શકિતને બદલશે. પંજાબમાં આપના પ્રચંડ વિજય તેને દિલ્હી પછી અન્ય રાજયોમાં વિસ્તારનાર એક માત્ર બીજો પક્ષ બનાવતો હોવાથી કેજરીવાલને અને પક્ષને રાષ્ટ્રીય વિકલ્પ બનાવે છે અને આપના નેતાઓએ તો જાહેર કરી દીધું છે કે પક્ષ એક રાષ્ટ્રીય વિકલ્પ તરીકે બહાર આવશે અને કોંગ્રેસનું સ્થાન લેશે.સંઘ અને ભારતીય જનતા પક્ષની દૃષ્ટિએ વાંચતાં આ રસપ્રદ નિરીક્ષણો આપે છે.
પંજાબમાં આપનો વિજય ભારતીય જનતા પક્ષ માટે અને તેના વ્યૂહરચનાકારો માટે કોંગ્રેસ કે શિરોમણિ અકાલી દળ કરતાં વધુ લાભદાયી છે. ભારતીય જનતા પક્ષ અને ખાસ કરીને તેને પૂરક બનતાં આપ બંને કોંગ્રેસ પર પ્રહાર કરે છે. ભારતીય જનતા પક્ષ મોદીના કોંગ્રેસમુકત ભારતના વિચારમાં સહાયરૂપ થાય છે, જયારે આપ કોંગ્રેસની રહીસહી મતબેંક પણ લૂંટી તેનો વિકલ્પ બનવા માંગે છે અને તેમાં લાભ તો 2024 સુધી ભારતીય જનતા પક્ષને જ છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને હવે ત્યાં વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં કોંગ્રેસ અને આપ કેવો દેખાવ કરે છે તે જોવાનું રહ્યું. બે નહીં તો એકમાં ય આપનો વિજય કેજરીવાલને રાષ્ટ્રીય નેતા બનવા તરફ દોરી જશે. કોંગ્રેસનો કયાંય પણ વિજય થશે તો વિપક્ષી એકતા માટેના પ્રયત્નોને વધુ ગૂંચવી નાંખશે. વિપક્ષી એકતા માટેનો સળવળાટ થશે તો ભારતીય જનતા પક્ષની વ્યૂહરચનાકારો તેને કેવી રીતે જોશે? કોંગ્રેસ સંચાલિત કે આપની ગૂંથણીવાળી એકતા ભારતીય જનતા પક્ષને અનુકૂળ રહેશે?
પંજાબમાં આપનું સંગઠન માળખું હતું. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં નથી. તૃણમૂલ કોંગ્રેસમાં તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વડા અને મુખ્ય પ્રધાનો મમતા બેનરજી અને કે. ચંદ્રશેખર રાવે ભારતીય જનતા પક્ષ સામે ટક્કર લેવાની કોંગ્રેસની ક્ષમતા સામે વારંવાર સવાલ કર્યો છે અને પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોએ તેનો જવાબ આપ્યો છે. કેજરીવાલ આ પક્ષોની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષામાં ફાચર મારી વિપક્ષ એકતાના રથની ધરી બની શકશે? કેજરીવાલ માટે આ મહત્ત્વાકાંક્ષામાં રાચવા માટે 2024 હજી દૂર છે. આપે હજી કોંગ્રેસના ભોગે ઘણું કરવાનું છે. પણ મમતા, રાવને નારાજ કરી વિપક્ષી એકતાનો જોરદાર દાવો કરી શકશે? દિલ્હીની બહાર પગ મૂકી આપને લાભદાયક સ્થિતિમાં કેજરીવાલે મૂકયો છે અને એકથી વધુ રાજયોમાં શાસન કરનાર એક માત્ર પક્ષ બનાવ્યો છે. વધુ એક રાજયમાં ચૂંટણી વિજય થાય તો આપ અન્ય કોઇ પણ પ્રાદેશિક પક્ષ કરતાં વધુ આગળ નીકળી જશે. વિપક્ષી એકતાના કેન્દ્રમાં રહેવાના કેન્દ્રની ક્ષમતા ડગમગી ગઇ છે અને આપની વધી છે. વિપક્ષી એકતાની શતરંજમાં કોંગ્રેસ અને આપ એકબીજાને કઇ રીતે જુએ છે તે જોવાનું રસપ્રદ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.