Gujarat

ગુજરાતનો દરિયાકિનારો નશાખોરીનું હબ બન્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનો દરિયા કિનારો નશાખોરીનો હબ બની રહ્યું છે, અને રાજ્યની ભાજપ સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવાને બદલે નશાખોરી આપી રહી હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો.

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યમાં હપ્તાખોરીના કારણે નશાબંધી થઈ શકતી નથી. ડ્રગ્સના કાળા કારોબારમાં સત્તાધારી શાસક પક્ષના મોટા માથાઓની સીધી સંડોવણી જણાય છે. બીજી બાજુ ગુજરાતના દરિયાકાંઠો અસુરશિક્ષ હોવાથી સહેલાઈથી ગુજરાતના દરિયા કાંઠેથી ડ્રગ્સનો કારોબાર ચાલે છે. ગુજરાત સરકાર ડ્રગ્સનો કારોબાર રોકવામાં નિષ્ફળ નીવળી છે. ગુજરાતના દરિયાકાંઠે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે હવે રાજ્યના યુવાનો અને વાલીઓએ ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના નેટવર્ક સામે અવાજ ઉઠાવવો પડશે.

Most Popular

To Top