નવી દિલ્હી: કોંગ્રસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વર્ષ 2022માં પગપાળા ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી હતી. જે બાદ હવે તેમણે અલગ અંદાજમાં ભારત જોડો યાત્રા 2.0ની શરૂઆત કરી છે. ભારતજોડો યાત્રા દરમિયાન મીડિયા (Media) સાથેના સવાલ-જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે રાહુલ ગાંધી તમારા મનમાં છે એને મેં મારી નાખ્યુ છે. એ મારા મનમાં છે જ નહીં. આ વાતને લઈને સાશિયલ મીડિયા (Social Media) પર તેમના વિરોધીઓ દ્વારા તેમનો મજાક ઉડાવવામાં આવ્યો હતો. આ વાત કહેવા બદલ તેઓ જણાવવા માંગતા હતા કે તેઓ બદલી ગયા છે. જે બાદ હવે રાહુલ ગાંધીમાં આ બદલાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેઓ સામાન્ય લોકો સાથે હળીમળી રહ્યા છે. તેમની સાથે રહીને તેમની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જુદી જુદી જગ્યાઓ પર જઇને સામાન્ય લોકો સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
સામન્ય લોકોને મળી રહ્યા છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા 2.0ની શરૂઆત અલગ રીતે કરી છે. રાહુલ ગાંધીની આ યાત્રા જૂની ભારત જોડો યાત્રા જેવી સતત ચાલવાની યાત્રાને બદલે અલગ-અલગ રાજ્યોમાં રોજિંદા જીવનમાં રોજીંદી કમાણી કરનારાઓને મળવાથી શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ રોજિંદા જીવનમાં રોજિંદા કમાતા લોકો સાથે રાહુલ ગાંધીની મુલાકાતની આ શ્રેણી ભારત જોડો યાત્રાનો એક મોટો અને આગામી ભાગ છે. પાર્ટીના નેતાઓએ આ અંગે મોટી યોજના બનાવી છે. આ યોજના હેઠળ રાહુલ ગાંધી માત્ર તે બધા લોકોને જ નહીં મળે, જેમાં મજદૂર, મિકેનિક, કપડા પ્રેસ કરાવાવળો, સ્ટ્રીટ ક્લીનર્સ, સુરક્ષા કર્મચારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ વેઈટરનો સમાવેશ થાય છે.
ભારત જોડોયાત્રા 2.0ની શરૂઆત
મંગળવારે રાહુલ ગાંધી અચાનક કરોલ બાગ માર્કેટમાં બાઇક બનાવનાર મિકેનિકની દુકાન પર તેમને મળવા ગયા હતા. આ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીથી ચંદીગઢ સુધીનો આખો પ્રવાસ ટ્રકમાં બેસીને કર્યો હતો. ત્યારપછી જ્યારે રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે તેમણે પંજાબી સમુદાયના એક ટ્રક ડ્રાઈવર સાથે ત્યાં પણ લાંબો પ્રવાસ કર્યો હતો. રાજકીય વિશ્લેષક જટાશંકર સિંહનું કહેવું છે કે ભૂતકાળમાં તેમની ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી જે નવી રીતે લોકોને મળી રહ્યા છે તે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આગામી ભાગ છે. તેમનું માનવું છે કે રાહુલ ગાંધીની આ બેઠકને કોંગ્રેસ પાર્ટી માટે આવનારી ચૂંટણી માટે બૂસ્ટર ડોઝ તરીકે જોવામાં આવી રહી છે. આ પદ્ધતિનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટક ચૂંટણી વખતે પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના નેતા રાજકુમાર કશ્યપનું કહેવું છે કે આવા લોકો સાથે રાહુલ ગાંધીની સીધી મુલાકાત માત્ર તેમને લોકો સાથે જોડતી નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીને રાજકીય રીતે પણ મજબૂત બનાવે છે.
શું છે કોંગ્રસની યોજના?
રાહુલ ગાંધીના લોકો સાથે સીધા જોડાવા માટેની આ શૈલીને લઈને પાર્ટીએ પણ ઘણું આયોજન કર્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના રણનીતિકારોએ તેને આગળ લઈ જવાનો પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીની વ્યૂહરચના ઘડવામાં સામેલ એક અગ્રણી નેતાનું કહેવું છે કે આ લોકો સાથે રાહુલ ગાંધીનો સીધો સંબંધ પાર્ટીને નવી ઉર્જા આપી રહ્યો છે. આ જ કારણ છે કે પાર્ટીએ સામાન્ય લોકો સાથે રાહુલ ગાંધીના સીધા સંપર્કને વધુ વિસ્તારવા માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે.