સુરત: (Surat) જીએસટીના કાયદામાં છેલ્લા ચાર વર્ષમાં થઇ રહેલા સતત ફેરફાર, પેટ્રોલની વધી રહેલી કિમતો, ઇ-વેવિલની અનિવાર્યતા સહિત 16 જેટલા મુદ્દાઓને લઇ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders) દ્વારા શુક્રવારે ભારત વેપાર બંધનું એલાન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરતમાં પણ કેટ દ્વારા કેટલાક સંગઠનોને બંધની અપીલ કરવામાં આવી હતી. જેમાં 23 જેટલા સંગઠનોએ કેટને સમર્થન જાહેર કર્યુ હતુ. જોકે કાપડ માર્કેટ અને હીરા બજારમાં વેપારી સંગઠનોએ બંધને સમર્થન નહીં આપતા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યુ હતુ. કાપડ માર્કેટ અને હીરા બજારમાં તમામ દુકાનો ખુલી રહી હતી. જોકે શહેરની જીઆઇડીસી અને કોટ વિસ્તારોમાં મશીનરીના સ્પેર પાર્ટ તેમજ રિટેલની કેટલીક દુકાનો (Shops) પર બંધની અસર જોવા મળી હતી.
કાપડ માર્કેટમાં લેબર યુનિયન અને સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ ગુડ્સ એસોસિએશન દ્વારા બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવતા થોડી અસર કામકાજ પર જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન ટ્રાન્સપોર્ટર્સે કાપડના પાર્સલોના ઓર્ડર નોંધ્યા નહતા. ટ્રકોના પૈંડા પણ થંભી ગયા હતા અને હાઇવે સુમશાન ભાસી રહ્યા હતા. જોકે કાપડ માર્કેટની દુકાનો ખુલ્લી રહી હતી. કેટના ગુજરાત રીજીયનના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતં કે જીએસટીમાં 937 સુધારાઓ છેલ્લા ચાર વર્ષમાં થતા વેપારીઓ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કરી શકતા નથી. ઇ-વેબિલનો પ્રશ્ન પણ વેપારીઓની મુશ્કેલી વધારી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધતા ટ્રાન્સપોર્ટરોની સમસ્યા વધી છે. કુલ 16 પ્રશ્નો અંગે સીએઆઇટીએ નાણામંત્રીને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. પરંતુ કોઇ નિર્ણય નહીં લેવાતા 40 હજાર વ્યવસાયિક સંગઠનોને એક દિવસનો બંધ રાખવાની ફરજ પડી છે. આજે સુરતમાં પણ બંધને સારૂ સમર્થન મળ્યુ હતુ. આજના ભારત વેપાર બંધના એલાનમાં 23 થી વધુ સંગઠનો જોડાયા હતા. જેમાં સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટિરિયલ મર્ચન્ટ એસોસિએશન,સુરત ઇલેક્ટ્રિકલ્સ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેઈન્ટ્સ મર્ચન્ટ એસોસિએશન,સુરત સિરામિક એસોસિએશન,સાઉથ ગુજરાત મશીનટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસિએશન,સુરત મીલ સ્ટોર મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્યરિંગ એસોસિએશન,ઓલ ઇન્ડીયા પાપડ પ્રોડક્ટ એન્ડ મેન્યુફેક્યરિંગ એસોસિએશન,સાઉથ ગુજરાત ફૂડ પ્રોસેસ વેલ્ફર એસોસિએશન,સુરત બેકર્સ એસોસિએશન, સઘર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન, ઓલ ઇન્ડિયા ખાખરા એસોસિએશન વગેરે જોડાયા હતાં.
સુરત હોલસેલ્સ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન, ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન,સુરત સિમેન્ટ એસોસિએશન,સાઉથ ગુજરાત કેટરિંગ એસોસિએશન,સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત નમકીન એસોસિએશન,સુરત માર્બલ એસોસિએશન. સાઉથ ગુજરાત T.V. એન્ડ H.A. એસોસિએશન, ફૂટવેર હોલસેલ વેપારી એસોસિએશન, ફૂટવેર હોલસેલ વેપારી એસોસિએશન,સુરત મંડપ ડેકોરેટર્સ એન્ડ ઇલેક્ટ્રિક એસોસિએશન,સુરત ડ્રાઇફ્રુટ એન્ડ કિરાણા એસોસિએશન બંધમાં જોડાયા હતા.