SURAT

સુરતમાં પતંગ અને દોરીનો સ્ટોક કરનાર વેપારીઓની ચિંતા વધી, આ છે કારણ..

સુરત: (Surat) ઉતરાયણને લઈને રાજ્ય સરકાર નવી SOP બનાવી રહી છે અને ઉતરાયણના (Uttarayan) દિવસે ધાબા ઉપર પરિવારના પાંચથી છ જણાને જ છૂટ આપવામાં આવશે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને પગલે સુરતીઓમાં નારાજગી ફેલાઇ છે. સાથેસાથે પતંગ (Kite) અને દોરીનો મોટો સ્ટોક કરનાર વિક્રેતાઓનું પ્રેશર વધી ગયું છે. ખાસ કરીને ડબગરવાડ, કોટ સફીલ રોડ, રાંદેર અને રૂસ્તમપુરામાં વિક્રેતાઓએ કોરોનામાં રસીના સમાચાર વચ્ચે ઉતરાયણનો વેપાર સારો રહેશે તે અપેક્ષાએ પતંગ અને દોરીનો લાખોની કિંમતનો માલ સ્ટોક કરી લીધો છે. ચાલુ વર્ષે ઉતરાયણ 14 જાન્યુઆરીએ (January) ગુરુવારે આવી હોવાથી શનિવાર અને રવિવારના વીક-એન્ડમાં પણ પતંગો ચગી શકે છે, તેવી સંભાવના રહી છે. જો કે, નાણામંત્રીના નિવેદનને પગલે સૌથી વધુ નારાજગી હાઇરાઇઝમાં રહેતાં લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ રાત્રિ કરફ્યૂના કારણે માત્ર દિવસે જ પતંગના દોરા ઘસવાની કામગીરી ચાલે છે. જેથી ધંધો મંદ છે.

ડબગરવાડમાં પેઢીઓથી પતંગ અને દોરીનો વેપાર કરનાર નરેશભાઈ છત્રીવાળાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિ 68 વર્ષના વેપારમાં પહેલીવાર જોવા મળી રહી છે. એક સમય હતો કે, જ્યારે નવેમ્બરથી જ ઘરાકી નીકળતી હતી. જો કે, આ વર્ષે કોરોનાની અસર દેખાય છે. નવેમ્બરમાં માત્ર 25 ટકા અને ડિસેમ્બરમાં 40 ટકા વેપાર જોવા મળ્યો છે. બહારગામની ખરીદી પણ ઘટી છે. પતંગ બનાવનારોએ ઉત્પાદન પણ ઓછું રાખ્યું છે. તેમાજો સરકાર ઉતરાયણને લઇ કોઇ આકરી એસઓપી બનાવશે તો છેલ્લા 10 દિવસનો વેપાર પડી ભાંગશે. રાત્રિ કરફ્યૂના કારણે માત્ર દિવસે જ પતંગના દોરા ઘસવાની કામગીરી ચાલે છે. જેથી ધંધો મંદ છે.

આઠ દાયકા જૂની પેઢી ધરાવનાર કોટસફિલ રોડના ચંદ્રેસકુમાર ભગવાનદાસ સાદડીવાળા કહે છે કે, વર્તમાન સમયે 80થી 220 રૂપિયામાં 1000 વારનું બોબીન વેચાણ થઇ રહ્યું છે. કોરોનાને લીધે બહારગામની કોઇ ખાસ ખરીદી જોવા મળી નથી. દક્ષિણ ગુજરાતના અને અમદાવાદના પતંગરસિયાઓ સુરતી પેટન્ટ માંજો ખરીદવા એડ્વાન્સમાં ઓર્ડર આપતા હતા, પરંતુ કોરોના અને સરકારની રોજ નવી ગાઇડલાઇનને લીધે ચાલુ વર્ષે ખરીદી કરવી સુરત આવ્યા નથી. છેલ્લા એક મહિનાથી દોરી ઘસતા 25 કારીગરોને રોજના 250 લેખે રૂપિયા લેખે કામ કરી રહ્યા એક સમયે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તેઓ રોજ 12 કલાક કામ કરતા હતા. આજે એટલુમ કામ રહ્યુમ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top