વડોદરા: હરિધામ સોખડા મંદિરની ગાદી વિવાદમાં વચ્ચે ગાંધીનગરમાં પ્રથમ સમાધાન માટેની બેઠક મળી હતી.જેમાં બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવતા વિવાદમાં વચલો રસ્તો નીકળે તેવી શક્યતાઓ વધી છે. સમાધાન વારતાવરણમાં ફરી એક વખત બંને સંતોના મન મળી જાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.જોકે સમાધાન બેઠકમાં પ્રબોધ સ્વામીએ હરિગુરૂના સમયની વ્યવસ્થા યથાવત રાખવાની માંગ કરી હતી. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડા હરિધામ મંદિર ખાતે ગાદી નો વિવાદ શરૂ થયો હતો.ગજગ્રાહમાં પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથો આમને-સામને આવી ગયા હતા.જોકે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
દરમિયાન હાઈકોર્ટે મધ્યસ્થી તરીકે નિવૃત્ત ચીફ જસ્ટીસ મોહિત શાહની નિમણૂક કરી હતી.દરમ્યાન સોમવારે ગાંધીનગર ખાતે સમાધાન માટેની પ્રથમ સમાધાન બેઠક મળી હતી. ગાંધીનગરમાં સમાધાનકારી વાતાવરણમાં બેઠક મળી હતી જેમાં પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી હાજર રહ્યા હતા.જોકે સંતો વચ્ચેના સુમેળભર્યા વાતાવરણમાં ગાદી વિવાદ પર વિસ્તૃત ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આજની પ્રથમ બેઠકમાં સંતો વચ્ચે સમાધાનકારી વલણ જોવા મળ્યું હતું.જેને કારણે ગાદી વિવાદમાં સમાધાનની શક્યતાઓ પણ ઉજળી દેખાય રહી છે જોકે પ્રબોધ સ્વામીએ હરીગુરુના સમયની વ્યવસ્થાને યથાવત રાખવાની માગણી કરી છે. બીજી તરફ બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું વલણ પણ હકારાત્મક રહ્યું હતું આમ હરિધામ સોખડા મંદિરનો છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદનો ઉકેલ આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હરિધામ મંદિરના વિવાદના ઉકેલ માટે ગાંધીનગર ખાતે પ્રથમ સમાધાન બેઠક મળી હતી જેમાં બંને જૂથના સંતોએ મોકળા મને ચર્ચાઓ કરી હતી. સમાધાનકારી બેઠક વચ્ચે હવે આગામી ૧૨મીએ બીજી બેઠક મળશે.
પૂ.હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય પર્વની ઉજવણીની તૈયારીઓને અંતિમ ઓપ
એક તરફ ગાદી વિવાદમાં સમાધાન માટે બેઠકોનો દોર શરૂ થયો છે બીજી તરફ હરિધામ સોખડા મંદિરમાં પ્રથમ વખત પૂજ્ય હરી પ્રસાદ સ્વામીના પ્રાગટ્ય પર્વની ઉજવણી માટે નો ઉત્સાહ છવાયો છે સોખડા હરિધામ મંદિર ખાતે આગામી ૧૧મીમેના રોજ યોજાનારા પ્રાગટ્ય પર્વ માટેની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે દેશ-વિદેશથી હજારો હરિભક્તો સ્વામી હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય પર્વે માટે હરિધામ ખાતે ઉમટી પડ્યા છે.
ચાદર વિધિનો વિવાદ વકરે તેવી સંભાવના
હરિધામ સોખડા મંદિરમાં પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૧૧મી મેના રોજ ભવ્ય અને અદભુત કાર્યક્રમ યોજાવા જઇ જવાનો છે.ત્યારે પ્રાગટ્ય પર્વે પ્રેમ સ્વરૂપ સ્વામીની ચાદર વિધિનો પણ કાર્યક્રમનું આયોજન થયું છે.જેને કારણે પણ વિવાદ વકરી રહ્યો છે.પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને આવનારા દિવસમાં ગાદી વિવાદમાં સમાધાનકારી પ્રયાસોમાં ચાદરવિધિનો વિવાદ અસર પમાડી શકે છે.