ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગઈકાલે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વની મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રીએ કરેલી આ મુલાકતના પગલે ગાંધીનગરમાં રાજકીય અટકળો તેજ બની છે.
- કોન્ક્લેવમાં હાજરી આપવા ગયેલા મુખ્યમંત્રીએ વડાપ્રધાનની સૌજન્ય મુલાકાત લીધી, રાજકીય અટકળો તેજ બની
જો કે સીએમઓના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે આ બેઠકમાં મુખ્યમંત્રીએ ગુજારતના વિકાસને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરીને રાજ્યના વધુ સર્વાંગી વિકાસ અંગે તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. મુખ્યમંત્રી કેન્દ્ર સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત દ્વિ-દિવસીય ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા નવી દિલ્હી પહોંચ્યા હતા તે દરમ્યાન તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે આ શુભેચ્છા મુલાકાત કરી હતી.