Vadodara

પુત્રે મકાનમાં તોડફોડ કરી મોપેડ સળગાવી દેતા ફરિયાદ

વડોદરા: વૃદ્ધ ઓરમાન માતા સાથે મિલકત માગતા માથાભારે પુત્રએ મકાનમાં તોડફોડ કરીને સાવકી બહેનની એકટીવાને આગ ચાંપી દીધી હતી. સન 2015 મં મૃત્યુ પામેલા ગુલામકાદર વ્હોરાના પ્રથમ લગ્ન મીયાલા ખાતે રહેતા રશીદાબેન સાથે થયા હતા. ત્યારબાદ બીજા લગ્ન આરઝુબેન ાથે કરતા તેમની પુત્રી સાથે તાંદલજા સ્થિત મકરંદ દેસાઇ રોડ પર આવેલ તાઇફનગરમાં રહે છે. પતિના પહેલા લગ્નથી થયેલ પુત્ર અશરફ પિતાના મૃત્યુ બાદ ઓરમાન વૃદ્ધ માતા આરઝુબેન અને બહેન તરન્નુમ પાસે વારંવાર મિલકતમાં ભાગ માગીને હેરાન પરેશાન કરતો હતો.

થોડા સમય પૂર્વે 64 વર્ષ્ીય ઓરમાન માતાએ મિલકત સંબંધિત સમાધાન કરીને પાદરાની મિલકત અશરફ અને તેની માતાને આપીને રહેવા જણાવ્યુ હતુ. છતાં મિલકત પડાવી લેવાના ઇરાદે  માથાભારે અશરફ ઓરમાન માતાના ઘરે ધસી ગયો હતો. અને આવેશમાં આવીને મકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. માતા પુત્રીને  ભયભીત કરતા અશરફે બહેનના મોબાઇલમાં ધમકી ભર્યા મેસેજ મોકલ્યા હતા. તા.18 ના રોજ પરોઢીયે અશરફે તેની ઓરમાન બહેનની એકટીવા પણ સળગાવી નાખતા સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો હતો. આશરે 20 હજારનુ વાહનને નુકસાન પહોચાડનાર અશરફના કરતુતો થી ત્રાહીમામ પોકારી ગયેલ વૃદ્ધ માતાએ આખરે ના છુટકે જે. પી.રોડ પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે અશરફની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top