વડોદરા: મકરપુરા વિસ્તારમાં રહેતા વેપારીએ ધંધો કરવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેથી યુવકે 3 વ્યાજે 2.50 લાખ એક વ્યાજખોર પાસેથી લીધા હતા. જેમાં 7500 રૂપિયાના 27 હપ્તા ચૂકવી દીધા હતા. ઉપરાંત નિરંજન જોષી ગ્રાહક પાસેથી 8.51 લાખની ઉઘરાણી કરતો હોવાથી વેપારીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મકરપુરા વિસ્તારની સર્વન્ટ ક્વાટર્સમાં રહેતા અનવરભાઇ રહેમાનભાઇ તવર (ઉં.વ.52) વેપારી છે. વર્ષ 2019માં રૂપિયાના જરૂરિયાત ઉભી થઇ હતી.
જેથી તેમના પુત્ર ઇરફાને નિરંજન ઇશ્વરલાલ જોષી(રહે સત્યમ ટાવર એરફોર્સ પાછળ )પાસેથી ધંધો કરવા માટે રૂા.2.50 લાખ 3ટકા વ્યાજે લીધા હતા. જેની સામે સિક્યુરિટી પેટ તેમની પાસેથી કોરા સહિલા ચેક લીધા હતા. દર મહિને 75 હજારનો હપ્તો આપતા હતા 27 મળી 2.2 લાખ પરત આપી દીધા હતા.ત્યારબાદ કોરોના મહામારીમાં લોકડાઉનના સમયમાં રૂપિયા આપી શક્યા ન હતા. પરંતુ નિરંજન જોષીએ વર્ષ 2018-2020 દરમિયાન 6 લાખ રૂપિયા લીધા હોય પ્રોમિશરી નોટ પર તેમના પુત્ર ઇરફાનની સહી હતી.
ત્યારબાદ પુત્ર યુરોપ જતો રહ્યો હતો. નિરંજ જોષીએ તેમની પાસેથી બાકી નીકળથા 47 હજારની પઠાણી ઉઘરાણી કરતા હતા. યુવક આપેલા કોરો ચેકમાં 8.51 લાખની રકમ લખીને 2022માં બેન્કમાં નાખી દીધો હતો. પરંતુ પુરતુ બેલેન્સ ન હોવાના કારણે બાઉન્સ થયો હતો. આમ વ્યાજખોર 2.50 લાખના બદલામાં વ્યાજ સહિત 8.51 લાખની ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરે છે. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.