SURAT

લિંબાયતમાં પોલીસ પર હુમલો કરનાર 100 લોકોના ટોળાં સામે ફરિયાદ

surat : લિંબાયત પોલીસ બે દિવસ પહેલા રાત્રે કરફ્યૂનું ( night curfew) પાલન કરાવવા માટે ઓમનગરમાં બજાર બંધ કરાવવા ગઈ હતી. ત્યારે 100 થી વધારે લોકોના ટોળાએ પોલીસને ઘેરી લઈ મહિલા પીએસઆઈનો કોલર પકડી લીધો હતો. લિંબાયત પોલીસે આ અંગે 100 લોકોની સામે રાયોટીંગની ફરિયાદ દાખલ કરી અગાઉ 19 ની ધરપકડ કર્યા બાદ આજે વધુ 13 લોકોની ધરપકડ કરાઈ હતી.

લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શાંતાબેન દેવજીભાઇ ચૌધરી બે દિવસ પહેલા સ્ટાફની સાથે રાત્રે કરફ્યૂનું પાલન કરાવવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ગોડાદરા નજીક શાકભાજી માર્કેટની બાજુની ગલીમાં બિનજરૂરી અવર જવર કરનારાઓને ઘરે જવા માટે કહેવાતું હતું. ત્યારે 100 થી વધારે લોકોનું ટોળું અને દશેક મહિલાઓએ ભેગા મળી પોલીસ કર્મચારીઓ તરફ ધસી આવી હુમલાનો પ્રયાસ કર્યો હતો. ઇમ્તીયાઝ યાસીન અંસારીએ તેની પાસેની લાકડી વડે પોલીસ કર્મચારી લોકરક્ષક સતિશભાઇ ડાહ્યાભાઇને ફટકા મારી તથા તેની સાથેના ઇલીયાશ યાસીન અંસારીએ ઝપાઝપી કરી હતી. ઉંચા અવાજે બુમ બરાડા પાડી અલ્લાહું અકબરના નારા લગાવી ઉગ્ર ઉશ્કેરાટ ઉભો કરી ધમકી આપી હતી. અજાણી મહિલાઓએ મહિલા પીએસઆઈના યુનિફોર્મનો કોલર પકડી છુટા હાથે મારવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાને વિખેરાઇ જવા સુચના આપવા છતાં હુલ્લડ ચાલુ રાખ્યું હતું. અને પોલીસની ગાડીને નુકશાન કર્યું હતું. લિંબાયત પોલીસે ફરિયાદ દાખલ કરી પહેલા દિવસે 19 ની ધરપકડ કર્યા બાદ આજે વધુ 13 ની ધરપકડ કરવામાં આવી છે.

કોની કોની ધરપકડ કરવામાં આવી
અબ્દુલ સલામ અન્સારી (ઉ.વ.૨૦), મોહમદ શાહિદ મુજીબુરહેમાન અન્સારી (ઉ.વ.૨૦), મોહમદ ઐયુબ અમિનુદૃીન અન્સારી (ઉ.વ.૩૫), સલમાન મહેબુબઅલી અન્સારી (ઉ.વ.૨૪), મોહમદ નફીસ અમિનુદૃીન અન્સારી (ઉ.વ.૨૩), રાશીદ જમાલ મોજુબેર અન્સારી (ઉ.વ.૨૪), વસીમ અહેમદ રફીકઅહેમદ શેખ (ઉ.વ.૩૫), મોહમદ રીઝવાન મોહમદ સાદીક મન્સુરી (ઉ.વ.૨૦), ફૈઝી વાજીદઅનવર અન્સારી (ઉ.વ.૧૮), અરબાઝ અજીઝ અન્સારી (ઉ.વ.૧૮), ગુલજારઅહેમદ હસમતુલ્લાહ અન્સારી (ઉ.વ.૨૯), મોહમદ સમીમ અમીરદૃીન અન્સારી (ઉ.વ.૨૦) અને નોમાન અહેમદ મહેબુબઅલી અન્સારી (ઉ.વ.૨૦) (તમામ રહે, ઓમનગર, લિંબાયત)

Most Popular

To Top