ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરા અને ધાકધમકી સહિતના આરોપમાં FIR નોંધવામાં આવી છે. વારાણસીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ -3 ના આદેશથી ગૌરીગંજ નિવાસી ગિરિજા શંકર જયસ્વાલની અરજી પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગિરિજા શંકર જયસ્વાલના વોટ્સએપ ગ્રૂપેમાં દેશ વેચનાર નામનો એક વીડિયો અવિયો હતો. વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને વેચવા સહિતની અન્ય પ્રકારની અભદ્ર વાતો વિશે વાત કરવામાં આવી હતી. વીડિયોના સંબંધમાં તેણે ગાયક વિશાલ ગાઝીપુર ઉર્ફે વિશાલસિંહ બાદલ સાથે વાત કરી કે તેણે આવું કેમ કર્યું છે.
જો વડા પ્રધાનથી તમને કોઈ તકલીફ હોય તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરો અને જો તમે ખોટું કામ કરશો તો પ્રશાસન તમને સજા કરશે. આ અંગે ગાજીપુરના નોનહરા પોલીસ મથકના વિશુનપુરામાં રહેતા વિશાલ ગાઝીપુરીએ તેની વિરુધ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવાની FIR કરી હતી . આ સાથે, તેનો નંબર યુટ્યુબ પર મૂક્યો હતો.
જે બાદ તેના ફોન પર આશરે 8500 જેટલા ધમકીભર્યા કોલ આવ્યા અને તે પરેશાન થઈ ગયા. ગિરિજા શંકરે કહ્યું કે વિશાલ અને તેના સાથીઓએ ગાજીપુરના એક સ્ટુડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધમાં બીજા ઘણા વાંધાજનક અને અભદ્ર ગીતો ગાયા છે.
આ સાથે, વિશાલ અને તેના અન્ય સાથીઓએ હિન્દુ ધર્મ અંગે વાંધાજનક ટિપ્પણી કરી છે અને તેમની પાસેથી ખંડણીની માંગ કરી છે. આ કેસની ફરિયાદ SSP ને કરવામાં આવી હતી પરંતુ તે કેસની સુનાવણી નહી થતાં તેને કોર્ટમાં જવાની ફરજ પડી હતી. ઇન્ચાર્જ ભેલુપુરે જણાવ્યું હતું કે કોર્ટના આદેશના આધારે કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
હજુ થોડા જ દિવસ પહેલા પુડુચેરી માં ગુરુદ્વાર 4 ફેબ્રુઆરીના આર્યનકુપ્લમ ગામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી આરોપીએ ફેસબુક પર પ્રધાન મંત્રી નરેંદ્ર મોદી પર એક પોસ્ટ મૂકી હતી જેમાં નરેંદ્ર મોદી ને મારવા ની સોપારી લેવા માટે ની આપતી જનક પોસ્ટ કરી હતી પોસ્ટ (જો કોઈ મને પાંચ કરોડ રૂપિયા આપે તો હું નરેન્દ્ર મોદી ને મારી નાખું ).આ પોસ્ટ ની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દ્વારા તેની ધરપકડ કરી તેને કોર્ટ માં હજાર કરવામાં અવિયો હતો