નવી દિલ્હી: કોમન વેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) રવિવારે પણ ભારતના (Indian) પ્લેયર્સ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓએ ભારતને ચોથો મેડલ (Medal) અપાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. બિન્દિયારાણી દેવીએ (Bindyarani Devi) વુમન્સ વેઇટ લિફ્ટિંગમાં (Women’s Weight Lifting) કિલો વજનના ગ્રુપમાં ભારતને સિલ્વર (Sliver) મેડલ અપાવ્યો હતો. બિન્દિયારાની દેવીએ સ્નેચમાં 86નો સ્કોર કર્યો હતો તો ક્લિન એન્ડ જર્કમાં 116નો સ્કોર બનાવવામાં તે સફળ રહી હતી. તેણે કુલ 202 કિલોનો સ્કોર કરીને રજત પદક તેના નામે કરી લીધો હતો. બિન્દિયારાણી ભારતના મણીપુરમાંથી આવે છે અને સ્પોર્ટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેમ્પમાં ટ્રેનિંગ લે છે. પરંતુ જ્યારે કોરોનાને કારણે તમામ કોચિંગ કેમ્પ બંધ થઇ ગયા હતાં ત્યારે બિંદિયારાણીએ મીરાબાઇ ચાનુના કોચ રહી ચૂકેલા અનિતા ચાનુ પાસે માર્ગર્શન મેળવીને કોચિંગ લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમની જીત સાથે જ કોમન વેલ્થના ચાર મેડલ ભારતના નામે થઇ ગયા છે. તેની આ સિદ્ધિ બદલ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે આઠ વાગ્યે જ ટ્વિટ કરીને તેને અભિનંદન પાઠવ્યાં હતાં.
બરકોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે 31 જુલાઈએ પાકિસ્તાન સામે ટકરાશે
બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેશે, જોકે ભારતીય ટીમ પહેલા અને બીજા દિવસની સરખામણીએ ઓછી ઈવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે ચાર સ્પર્ધાઓમાં ભાગ લેશે જેમાં ક્રિકેટ, હોકી, ટેબલ ટેનિસ અને વેઇટલિફ્ટિંગનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસમાં મહિલા અને પુરૂષ ટીમો વિવિધ સ્તરે સ્પર્ધા કરશે. જ્યારે મહિલા ટેબલ ટેનિસ ટીમ સેમી ફાઇનલમાં પ્રવેશ કરશે જ્યારે પુરૂષોની ટીમ ક્વાર્ટર ફાઇનલ જીતવાના ઇરાદા સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
ગત ગેમ્સમાં ભારતીય વેઈટલિફ્ટરો 5 ગોલ્ડ સહિત 9 મેડલ્સ જીત્યા હતાં
કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી આવૃત્તિમાં ભારતીય વેઈટલિફ્ટરોએ પાંચ ગોલ્ડ સહિત નવ મેડલ્સ જીત્યા હતા. આ વખતે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી વેઈટલિફ્ટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે. મીરાબાઈ અગાઉ વેઈટલિફ્ટિંગમાં સંકેત સરગરે 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ અને ગુરુરાજા પુજારીએ 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અત્રે ઉલ્લેખનીય છે કે વિતેલા દશકામાં ભારતના વેઇટ લિફ્ટર જુદી જુદી આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઉતકૃષ્ટ દેખાવ કરી રહ્યાં છે. જો મહિલાઓની વાત કરીએ તો ઉત્તર પૂર્વિય રાજ્યો તેમાં આશ્ચર્યજનક રીતે ખૂબ જ આગળ છે અને અહીંની મહિલા ખેલાડીઓ તમામ ટુર્નામેન્ટમાં સુંદર દેખાવ કરીને દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી રહી છે.