Columns

સામાન્ય માંગલ્ય અને અમાંગલ્ય સૂત્રો

ઇશાન ખૂણે દેવ પૂજા અને જળસ્થાન શ્રેષ્ઠ ગણાય. દરેક વ્યકિત શરીરના અન્ય ભાગોની સાપેક્ષમાં સુંદરતા, સ્વચ્છતા રાખવામાં મોઢાને પ્રાધાન્ય આપે છે. આપણી પહેલી ઓળખ કોઇની પણ સાથે ચહેરાથી થાય છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આ નિયમ થકી આપણે કોઇને મળીએ ત્યારે હાવભાવ, સ્વચ્છતા અને સુંદરતા પોતાના ચહેરાથી રજૂ કરવાની કોશિશ કરે. તે જ રીતે ઘરનો ઇશાન ખૂણો ગણાય. અહીં ગંદકી, વજન, બંધિયાર વગેરે ત્રુટિઓ હોય, તો તમારી ઉપરવાળા સાથેની પહેલી ઓળખાણ ખરાબ થઇ. તમે જ તમારા ભવિષ્યનું અવમૂલ્યાંકન કર્યું કહેવાય. તમારી લાયકાત પણ આનાથી જ નક્કી થાય અને એ પ્રમાણે અપૂરતું ફળશ્રુતિની તૈયારી રાખવી પડે.

નૈઋત્ય ખૂણામાં આનાથી વિપરીત પરિસ્થિતિ હોવી જોઇએ. અહીં આવેલ ગ્રહો કે દેવો ક્રૂર સ્વભાવના ગણાયા છે. અહીં ભારે વજન, ઓછામાં ઓછું હલનચલન, ઓછામાં ઓછા બારી દરવાજા હોવા જોઇએ. ઘરમાં અહીં સૌથી વધુ વજન જેવું કે સ્ટોર રૂમ, કબાટો વગેરે મૂકી શકાય. કુંડલીમાં પિતૃદોષ, નાગબલિ, નારાયણ બલિ વગેરેના ઉત્તારના શ્રીફળ સોપારી પણ આ ખૂણે મૂકવા જોઇએ. આપણા શરીરનાં પગ અને દૂંટી નીચેના અવયવોમાં સુંદરતા કરતાં મજબૂતીને પ્રાધાન્ય અપાતું હોય છે. મોઢા એ વિચારવાનું અને વાતો કરવાનું કામ કરવાનું છે. તો હાથ પગ અને અન્ય અવયવોએ ફીઝીકલ કામ કરવાનું છે. જેની સ્થિરતાઓ મજબૂત તમને જીવનમાં અડીખમ ઊભા રાખે અને મજબૂતીથી આગળ વધારે.

જે રીતે શરીરમાં ખાસ કરીને મસ્તકમાં ચહેરો અને ખોપડી બંનેની જરૂર છે. ચહેરો ગમે તેટલો સુંદર હોય, પણ બંને બાજુ ચહેરો હોય તો ભૂતિયું લાગે. એ જ રીતે દરેક ઘર કે ભવનમાં ચહેરો અને પૃષ્ઠ ભાગ બંને મહત્ત્વના છે. કોઇ પણ ભવન ચારે બાજુથી એક સરખું દેખાય તે પણ શાસ્ત્રોકત નથી. આગળ અને પાછળ એમ બંને સ્પષ્ટ રીતે અલગ અલગ પ્રકારનાં હોવા જ જોઇએ. ઘરની બહાર પાણી, ઇશાન ખૂણામાં સુંદર બગીચો, નાના નાના છોડવાઓ, વેલીઓ, ફુવારા વગેરેથી રચના કરવામાં આવે. જયારે ઘરના પૃષ્ઠ ભાગમાં નૈઋત્ય ખૂણામાં મોટા ઝાડ, જંગલ, આર્ટીફીશ્યલ પહાડ વગેરેની રચના કરવામાં આવે છે. આ તફાવત પણ ખૂબ મહત્ત્વનો છે. આ ડીફરન્સ સ્પષ્ટ છતાં સ્મુધીંગ હોવો જોઇએ. પહાડ હોય કે ઝરણું જેનું ડીરેકશન એક ફેમીલીનું લાગવું જોઇએ. જેવું કે ઇશાનમાં ફુવારો મોર્ડનસ્કવેર કે rectansle formમાં હોય તો નૈઋત્યમાં પહાડ પણ બોક્ષના ફોર્મમાં હોવો જોઇએ.

જો ફુવારો નેચરલ પ્રકારનો હોય તો, નૈઋત્યનો પહાડ પણ કુદરતી પહાડની પ્રતિકૃતિ જેવો જોઇએ.
બધા જ ઘરમાં ઉત્તર-પૂર્વ એટલે કે ઇશાનમાં જ પ્રવેશ હોય તે જરૂરી નથી. આથી જયારે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પ્રવેશ હોય તો ઘર આગળથી ઉંચું અને ઓછામાં ઓછું બારી બારણાવાળું રાખવું પડે અને પાછળથી સૌમ્ય અને વધાો ખુલ્લું. ખુલ્લું અને નીચું બનાવવું પડે. આવા સંજોગોમાં ઘરનું મુખડું કેવી રીતે બનાવવું તે આર્કીટેકટની કાર્યદક્ષતા ઉપર આધાર રાખે. છેક નૈઋત્ય ખૂણાને બંધ અને મજબૂત રાખવો જ પડે તો ઘરનું મૂળ પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં રાખી શકાય.
ઇશાન ખૂણામાં ભારવર્ધક વસ્તુઓનો ખડકલો હોય તો બાંધકામ પણ રોકાઈ જતું જોયું છે. જાણે ચાલતી ગાડી રોકાઈ ગઇ. ઘરના અને બહારનાં કલેશ કંકાસ વધી જાય. નકારાત્મક ઊર્જાઓ જેને આપણે ભૂત બાધા કહીએ તે વધી જાય. ધંધા રોજગારમાં પણ રૂકાવટ આવી જાય.

આ જ ઇશાન ખૂણામાં અન્ય પ્રકારની ગંદકી જેવી કે મરીઝની પથરી, સુવાવડી સ્ત્રીની પથારી, મળમૂત્ર, ગળફાના ત્યાગ પછી રાખવાની જગ્યા… જો હોય તો જીવન અત્યંત વેદનાભર્યું થઇ જતું હોય છે. આવા આવાસમાં મનોશાંતિ અભાવ અને બિનજરૂરી ટેન્શનની વૃધ્ધિ થતી હોય છે. અનોખી અનાયાસે અમે ઇશાન ખૂણામાં બેસીને વાંચવા લખવાની આદત પાડવાનું સૂચન કરીએ છીએ. ઘરની દીકરી હોવાને નાતે નૈઋત્ય ખૂણાને ત્યાગી ઘરના પશ્ચિમ ભાગમાં આવેલા ઓરડામાં સૂવાનું સૂચન કરીએ છીએ.

Most Popular

To Top