વડોદરા, : રાજ્ય સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા બાબતે સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના મ્યુનિસિપલ કમિશનર કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર આ અભિયાનમાં જોડાયા છે. પાલિકાએ ઘર વિહોણા અને ભિક્ષુક આ ઝુંબેશને લઈને 2 મહિનામાં 800 લોકોને સેન્ટર હાઉસમાં મૂક્યા છે. સરકારનો ઉદ્દેશ છે કે ઘર વિના લોકો આત્મનિર્ભર બને તેને લઈને ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે અભિયાનમાં એનજીઓ ની મદદ પણ લેવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં ઘર વિહોણા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરૂવારના રોજ એક રીવ્યુ બેઠકનું સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ,કલેકટર આર બી બારડ અને પોલીસ કમિશનર ડો શમશેરસિંગ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઘર વિહોણા લોકોને સમાજનો એક એવો નિ સહાય વર્ગ છે,
જેઓ ખુલ્લી જગ્યા ,બગીચા ,ફુટપાથ, બસ સ્ટેશન અને અન્ય ખુલ્લા સ્થળો પર રાત્રી વાસો કરીને જીવન ગુજારે છે તેવા નાગરિકોને મળવાપાત્ર મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેની અસરકારક કામગીરી વધુ સારી રીતે થાય તે હેતુથી બેઠક યોજાઇ હતી . ઝુંબેશ ના સંદર્ભે મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, વહીવટી વિભાગો અને સામાજિક સંસ્થાઓ આ બાબતે ચુસ્તપણે કામગીરી કરી રહી છે. ઘરવિહોણા વ્યક્તિઓને મૂળભૂત સેવા સાથે આશ્રય પૂરું કાર્યરત થાય, રાજય સરકારના વિવિધ યોજનાઓ જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ ,આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કૌશલ્યવર્ધક તાલીમ જેવી યોજનાનો લાભ મળે સાથે તાલીમ અને રોજગાર દ્વારા સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે ની કામગીરી વધુ અસરકારક રીતે કરી શકાય તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.] 15 થી વધુ એનજીઓ પણ આ ઝુંબેશમાં જોડાઈ છે : શાલીની અગ્રવાલ
મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે ઘરવિહોણા ની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં પાલિકા કલેક્ટર અને પોલીસ વિભાગ સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે શેલ્ટર હાઉસમાં તાલીમ આપવામાં આવશે અને રોજગારી મળે આત્મનિર્ભર થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. 15 થી વધુ એનજીઓ પણ આ ઝુંબેશમાં જોડાઈ છે.
મ. પા. અને જિ. વહીવટી તંત્ર દ્વારા લોકોને અન્નબ્રહ્મ યોજનાનો લાભ અપાયો છે
મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહિનામાં 277 ઘરવિહોણા નાગરિકોને કોવિડ રસીકરણ પ્રથમ ડોઝ, 122 લોકોની બીજો ડોઝ, 521 લોકોને રેપિડ એન્ટીજન ટેસ્ટ તથા અનેક લોકોને અન્નબ્રહ્મ યોજના લાભ આપવામાં આવ્યો છે. પાલિકા હસ્તક 293 ક્ષમતા ધરાવતા 6 સેન્ટર ખાતે 240 જેટલા લોકોને mobilize કરવામાં આવ્યા હતા. અન્ય વિભાગ અને સામાજિક સંસ્થા દ્વારા કાર્યરત 1728 લોકોની ક્ષમતા ધરાવતા 15 શેલ્ટર હોમ 598 લોકોને mobilize કરવામાં આવ્યા હતા. ઘરવિહોણા નાગરિકોને પોલીસની ટીમ પાલિકા અને સામાજિક સંસ્થા દ્વારા કાર્યરત શેલ્ટર હોમમાં મોકલાયા છે.