SURAT

આ વર્ષે વેરો નહીં વધે: ગત વર્ષના દરોમાં કોઈપણ સુધારા વગર મનપા કમિશનરે ‘કર અને દર’ની દરખાસ્ત મંજૂર કરી

સુરત: (Surat) ગમે ત્યારે મનપાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાનાં ભણકારા વચ્ચે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની મીટિંગમાં મનપા કમિશનરે (Commissioner) વર્ષ 2021/22માં સુરત મનપા વિસ્તારમાં કર અને દરની દરખાસ્ત મંજૂર કરી દીધી હતી. જો કે, નવા બજેટમાં કર (Tax) અને દરમાં કોઇ વધારો કરાયો નથી. વર્ષ 2020/21ના બજેટના નક્કી કરાયેલા દરો જ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે નવા વિસ્તારોમાં કરના માળખા બાબતે નીતિવિષયક નિર્ણય હોવાથી કોઇ નિર્ણય કરાયો નથી.

ઉલ્લખનીય છે કે, સુરત મનપા વિસ્તારમાં હાલ 20 લાખ રહેણાક અને 4.50 લાખ કોમર્શિયલ મિલકતો છે તેમજ વાર્ષિક 1450 કરોડનાં વેરા માંગણાનાં બિલ ઇશ્યુ થઇ ચૂક્યા છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ આ મીટિંગમાં 31મી તારીખે નિવૃત્ત થઇ રહેલા ડેપ્યુટી કમિશનર અને અઠવા ઝોનના વડા રાજેશ પંડ્યાને 11 વર્ષ માટે એડ્વાઇઝર તરીકે નિમણૂક આપવાનો ઠરાવ પણ કરી દીધો છે.

મતદાર યાદી સુધારણા: સુરત શહેર-જિલ્લામાં 1.24 લાખ વધુ મતદારો નોંધાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ-૨૦૧૧ થી દર વર્ષની ૨૫ મી જાન્યુઆરીએ મતદારોમાં જાગૃતિ માટે “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. પ્રવર્તમાન ડિજીટલ યુગમાં મતદારો પોતાનું મતદાર ઓળખકાર્ડ ઓનલાઇન મેળવી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા શરૂ કરનાર છે.

આગામી તા.૨૫ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કક્ષાથી લઇને મતદાન મથક કક્ષા સુધી તમામ કક્ષાએ ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણી કાર્યક્રમમાં યુવા મતદારોને PVC મતદાર ઓળખકાર્ડ, બેજ આપી, ચૂંટણી-મતદારયાદી સુધારણા-મતદાર જાગૃતિ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે તથા લોકશાહી પ્રત્યે પ્રતિબધ્ધતાના શપથ લેવામાં આવશે. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા શરૂ કરનાર છે.

પ્રથમ તબક્કે તા.૨૫ થી ૩૧ તારીખ દરમ્યાન ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં જે ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોએ મતદારયાદીમાં નામની પ્રથમવાર નોંધણી કરાવેલી અને નોંધણી વખતે તેમનો મોબાઇલ નંબર આપેલો તેઓને ભારતના ચૂંટણી પંચ તરફથી e-EPIC ડાઉનલોડ કરવા માટે મેસેજ મોકલવામાં આવશે. તે મેસેજમાં આવેલ લિંક પરથી મતદાર તેમનું e-EPIC ડાઉનલોડ કરી શકશે. આનાથી મતદાર તેમનું EPIC ડિજીટલ ફોર્મમાં તેમના મોબાઇલ, લેપટોપ, ડીજીલોકરમાં રાખી શકશે અને પ્રિન્ટ કાઢી લેમીનેટ કરાવી ફિઝિકલ ફોર્મમાં પણ રાખી શકશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top