સુરત: સુરત શહેર પોલીસે (SuratCityPolice) પ્રસંશનીય કામગીરી કરી છે. વર્ષ 2023માં શહેરની પાંડેસરા (Pandesara) પોલીસે ગુમ (Missing) થયેલા 126 બાળકોને શોધી તેમનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું છે.
- પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી
- ગુમ, અપહૃત બાળકોને શોધવા વિશેષ ટીમ બનાવી
- એક વર્ષમાં મિસિંગના 126 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કર્યો
- પાંડેસરા વિસ્તારના 126 પરિવારોને ખુશીઓ વહેંચી
શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અનેકોવાર બાળકોના ગુમ થવાની, અપહરણની (Kidnaping) ફરિયાદો થતી રહેતી હોય છે. પરપ્રાંતિય વસતી ધરાવતા આ વિસ્તારમાં બાળકોના ગુમ થવાની અનેક ફરિરયાદો મળતી હોય પાંડેસરા પોલીસે બાળકોને શોધવા માટે વિશેષ અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમ બાળકોને શોધવાના કામે લાગી હતી. વર્ષ દરમિયાન આ ટીમોએ 126 જેટલા પરિવારોના બાળકોને શોધી કાઢ્યા હતા.
જ્યારે પણ બાળક ગુમ થયાની ફરિયાદ મળતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસની ટીમ સીસીટીવીથી લઇ ઘટનાને ગંભીરતાથી જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે. જેના ભાગરૂપે વર્ષ 2023માં ગુમ થયા હોય તેવા 0 થી 17વર્ષના કુલ્લે 126 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે.
એસીપી ઝેડ.આર. દેસાઈએ કહ્યું કે 2023માં નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની અનેક ફરિયાદો મળી હતી, જેના ભાગરૂપે ઝોન-4 ની ટીમ, એચ ડીવીઝન તેમજ પાંડેસરા પોલીસની ટીમ તે બાળકોને શોધવા લાગી હતી. આ ટીમોની મહેનતના ભાગરૂપે વર્ષ દરમિયાન કુલ 126 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.