મુંબઇ (Mumbai): આજે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા (KAPIL SHARMA) ના ઘરે ફરી એક ખુશખબરી આવી છે. કપિલ શર્માને ત્યાં બીજા બાળકનો જન્મ આ વખતે નાના ભૂલકાનાં (Baby Boy) રૂપમાં કપિલના ઘરે આનંદ થયો છે. હા! કપિલ શર્મા ફરી એકવાર પિતા બન્યો છે. કપિલની પત્ની ગિન્ની (GINNI) ચતરથે પુત્રને જન્મ આપ્યો. જેની માહિતી ખુદ કપિલે તેના ચાહકોને આપી છે.

કપિલ શર્માએ તાજેતરમાં જ એક ટ્વીટ (TWITT) દ્વારા આ માહિતી આપી હતી. કપિલે સવારે 5:30 વાગ્યે એક ટ્વીટ કર્યું. આ ટ્વિટમાં કપિલે લખ્યું કે, ‘નમસ્તે, આજે સવારે ભગવાનના આશીર્વાદ રૂપે અમને એક પુત્ર મળ્યો છે, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે તમારો આભાર. ગિન્ની અને કપિલ ‘.

કપિલના આ ટ્વિટ પર તેના પ્રશંસકો તરફથી ખુશીની લહેર જોવા મળી હતી. કપિલના બધા ચાહકો તેને આ સારા સમાચાર માટે અભિનંદન પાઠવી રહ્યા છે. બાળકને આશીર્વાદ પણ આપી રહ્યા છે.કપિલ અને ગિન્નીની એક પુત્રી છે જેનું નામ અનયારા છે. અનયારા તાજેતરમાં જ એક વર્ષની થઇ છે.
પાછલા કેટલાક દિવસોમાં કપિલ શર્મા તેના શો ‘ધ કપિલ શર્મા શો’ (THE KAPIL SHARMA SHOW) બંધ થવાના કારણે ભારે સમાચારમાં હતો. જે બાદ ખુદ કપિલે કહ્યું કે તે બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, તેથી તેણે આ શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. કપિલે સોશિયલ મીડિયા પર ફેન્સના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે તેની પત્ની ગર્ભવતી છે અને કપિલ બીજી વખત પિતા બનશે. તેમણે આગળ લખ્યું કે આ તે સમય છે જ્યારે તેને તેની પત્ની સાથે સમય પસાર કરવાની જરૂર પડે છે, તેથી તેણે થોડા અઠવાડિયા માટે તેનો શો બંધ કરવો પડશે.

નોંધપાત્ર વાત એ છે કે કપિલ શર્મા અને ગિન્ની ચતરથે ડિસેમ્બર 2018 માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના એક વર્ષ પછી, તેમની પત્ની ગિન્નીએ પુત્રી અનયારાને જન્મ આપ્યો. બીજા વર્ષે, તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ સમયે કપિલ અને તેના તમામ ચાહકો વચ્ચે ખુશીનું વાતાવરણ છે.
