વડોદરા: મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પ્રથમ હરોળના કોરોનાં યોદ્ધા જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ અને પોલીસ કમિશનર શમશેરસિંહે રસી લીધી હતી.
વડોદરાના ઉચ્ચ અધિકારીઓએ કોરાના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો બીજો ડોઝ લઈને વડોદરા શહેર-જીલ્લાના નાગરિકોને રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના સંદેશ સાથે લોકોને રસી લેવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા હતા.
જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ અને પોલીસ કમિશનર શમશેરસિંહે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે કોરાના વાયરસ પ્રતિરોધી રસી નો બીજો ડોઝ લીધો હતો અને રસીકરણનું ચક્ર પૂરું કર્યું હતું.
આ તકે જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ અને પોલીસ કમિશનર શમશેરસિંહે જણાવ્યુ હતું કે આજે કોરોના પ્રતિરોધી રસીના પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લીધો છે.આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.વડોદરા શહેર-જીલ્લાના દરેક નાગરિકોએ વેક્સીન લઈને કોવીડ-19 સામેની લડાઈમાં સહભાગી બનવું જોઈએ એવો સંદેશ આ અધિકારીઓ એ આપ્યો હતો.