Gujarat Main

કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ ખરીદનારા ભેરવાયા, વોટ્સએપ પર કરી રહ્યાં છે આવી વિનંતી..

અમદાવાદ : અમદાવાદ ખાતે બ્રિટિશ રૉક બેન્ડ કૉલ્ડપ્લે કૉન્સર્ટ આગામી તા. 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાનાર છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી મીડિયામાં કોલ્ડ પ્લે અવારનવાર ચમકી રહ્યો છે. ‘કલાકોમાં હજારો ટિકિટોનું બુકિંગ, લાખો લોકો વેઈટિંગમાં’ આવા સતત સમાચારોએ ભારતના મુંબઈ અને અમદાવાદ શહેર ખાતે યોજાયેલા તેમજ યોજાનારા કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ વેચાણમાં મોટી ભૂમિકા ભજવી છે.

કોલ્ડ પ્લેને હાઉસફૂલ બનાવવા શૉને કેન્દ્ર સ્થાને રાખીને અવનવી તરકીબો અજમાવી સમાચારમાં સતત લાઈવ રાખ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કોલ્ડ પ્લે કોન્સર્ટ ભારતમાં થશે તેવી જાહેરાત થઈ હતી. ઑનલાઈન બુકિંગ શરૂ થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં પૂરૂ થઈ ગયું હતું. જો કે, ટિકિટને કાળાબજારમાં વેચવાની આશાએ મોટાપાયે ટિકિટ ખરીદવારા ભેરવાયા છે અને હવે ભાવ ટુ ભાવ ટિકિટ વેચવા માટે ફાંફા મારી રહ્યાં છે. વોટ્સએપ ગ્રુપમાં ભાવ ટુ ભાવ વેચવાની જાહેરાત કરી રહ્યાં છે.

કોલ્ડ પ્લે કોન્સર્ટમાં 3825 પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. અંદાજિત બે લાખ કરતાં વધુ લોકો તેમાં જોડાશે. આ ખાનગી કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ ઉપરાંત એનએસજી કમાન્ડો પણ જોડાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યૂલન્સ પણ તૈનાત કરાશે.

15000 રૂમ બુક, ભાડાં બેથી ત્રણ ગણા વધી 50,000 સુધી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વપ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે ગુજરાતનાં વિવિધ શહેર-જિલ્લા તથા દેશભરમાંથી મ્યુઝિક લવર્સ આવવાના છે. આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફુલ થઈ ગયા છે.

આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળાં ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શો માટે મુંબઇથી અમદાવાદ સુધી પાંચ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત પણ કરવામાં આવી છે.

Most Popular

To Top