SURAT

સુરતમાં વરસાદી ઝાપટાંના લીધે ઠંડક પ્રસરી, નોકરીયાતો અટવાયા

સુરત: છેલ્લાં ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં હજુ ચોમાસું બેઠું હોય તેવું લાગતું નથી. આજે તા. 14 જૂનની સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળો ઘેરાયા હતા અને ત્યાર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જોકે, સ્કૂલ, નોકરી પર જતા લોકો અટવાયા હતા. બ્રિજની આડશમાં ઉભા રહેવાની સ્થિતિ ઉદ્દભવી હતી. સવારના વરસાદી ઝાપટા બાદ બપોરે ફરી સૂર્ય દેવે વાદળોની બહાર ડોકિયું કર્યું હતું. ફરી એકવાર ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઈ હતી.

આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હળવા વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી ધંધા પર જતા લોકો રેઈનકોટ વગર નીકળ્યા હોવાથી અટવાયા હતા. ઓવરબ્રિજના સહારે ઉભા રહેવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગે પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસામાં 38 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
ચોમાસાની સીઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સીઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992-2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મીમી, પૂર્વ ગુજરાતમાં 806 મિમી, ઉત્તર ગુજરાતમાં 720 મીમી, સૌરાષ્ટ્રમાં 717 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 1476 મીમી વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.

Most Popular

To Top