ગાંધીનગર: રાજ્યમાં સતત ઠંડી વધી રહી છે. ખાસ કરીને નલિયા અને વલસાડમાં સતત ઠંડી વધી રહી છે. રાજ્યના અન્ય ભાગમાં પણ ઠંડી વધી રહી છે. વહેલી સવારે તથા રાત્રે ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો વિવિધ શહેરોમાં 35થી 38 ડિ.સે. વચ્ચે રહેવા પામ્યો હતો.
હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 24 ડિ.સે., ગાંધીનગરમાં 21 ડિ.સે., ડીસામાં 21 ડિ.સે., વડોદરામાં 23 ડિ.સે., સુરતમાં 24 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 22 ડિ.સે., નલિયામાં 17 ડિ.સે., ભાવનગરમાં 24 ડિ.સે., રાજકોટમાં 23 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 22 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જો કે, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને ભૂજમાં 38 અને અમદાવાદ તથા ગાંધીનગરમાં 36 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.