SURAT

મુંબઈથી સુરત કોકેઈનની ડિલીવરી કરવા આવેલા ઈબ્રાહીમ અને તેની પત્નીને પોલીસે આ રીતે પકડ્યા

સુરત (Surat) : સુરત શહેરમાં પ્રથમ વખત કોકેઇન (Cocaine) પકડતા શહેર પોલીસ ચોંકી ગઇ છે. સુરતમાં અત્યાર સુધી જયારે એમડી ડ્રગ્સનુ (MD Drugs) ચલણ હતુ ત્યાં અત્યંત મોંઘુ ગણાતું કોકેઇન ડ્રગ્સ એસઓજીના (SOG) હાથમાં લાગ્યુ છે. સુરત શહેરના યુવાધનને બરબાદ કરવા માટે હવે કોકેઇન ડ્રગ્સ શહેરમાં ઠલવાવાનું શરૂ થયું છે. તેમાં મહારાષ્ટ્રના મુંબઇ (Mumbai) ખાતેથી લક્ઝુરિયસ ફોર્ચયુનર કારમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવતા દંપતિને પ્રતિબંધિત કોકેઇન ડ્રગ્સ 39 ગ્રામ કિંમત રૂ 39 લાખ સહિત કુલ 51 લાખની મત્તા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત દ્વારા સીઝ કરવામાં આવી છે.

  • તનવીરના પાકિટમાં અને ઇબ્રાહિમના ખિસ્સામાં 39 ગ્રામ ડ્રગ્સ સંતાડેલુ હતું
  • ડ્રગ્સ રાંદેર ખાતે ડીલીવીરી થવાનું હતું

એસઓજીને બાતમી મળી હતી કે, મુંબઇમાંથી એક દંપતિ લક્ઝુરિયસ ગાડીમાં ડ્રગ્સની હેરફેર કરે છે. આ મામલે ફોન ટ્રેસ અને ખરાઇ કરાતા આ મામલે સમર્થન મળતા એસઓજી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કડોદરા – સુરત ખાતે આવેલા નિયોલ પોલીસ ચેક પોસ્ટ પાસે (1) ઇબ્રાહિમ હુસૈન ઓડિયા, (ઉ.વ. 51, રહે. ફલેટ નંબર 2704 બિસમીલ્લા હાઇટસ, જે.જે હોસ્પિટલ, મુંબઇ મૂળ રહેવાસી જામનગર) અને તેની 47 વર્ષીય પત્ની તનવીરને 39 લાખના કોકેઇન સાથે ઝડપી લેવામાં આવી છે. આ કોકેઇનની ડીલિવરી રાંદેર ખાતે કરવાની હતી

ઇબ્રાહિમે નિયોલ પાટિયા પાસેથી ભાગવાનો પ્રયાસ કર્યો
ઇબ્રાહીમ અને તેની પત્ની તનવીરે પહેલા તો ચૂપચાપ તેમની ફોર્ચ્યુનર કારની તપાસ કરવા દીધી હતી. બાદમાં જયારે સ્થળ પર પોલીસ ફોજ જોઇ ત્યારે તનવીરે રડવાનુ શરૂ કરી દીધુ હતું. જયારે તનવીરનો પતિ ઇબ્રાહિમે સ્થળ પરથી ભાગવા પ્રયાસ કરતા પોલીસ પાછળ ફિલ્મી ઢબે દોડીને ઇબ્રાહિમને પકડી પાડયો હતો. તનવીર અને ઇબ્રાહિમ વેલ સેટલ્ડ હોવાની વિગત પોલીસે જણાવી હતી. ચહેરા પરથી જરાય અંદેશો આવે નહી કે આ લોકો ડ્રગ્સ પેડલર છે. અલબત એસઓજીના પીઆઇ સુવેરા અને પીએસઆઇ જાડેજાની ટીમની મહેનત રંગ લાવી હતી.

નાઇઝિરિયને લાલચ આપતા કોકેઇન ડ્ગ્સની ડીલિવરી શરૂ કરી
તનવીર અને ઇબ્રાહિમ અગાઉ એમડી ડ્રગ્સની હેરફેર કરતા હતા પરંતુ તેમાં કોઇ માર્જીન મળતું ન હતું. તેથી તેઓના સંપર્કમાં રહેલા નાઇઝેરિયને તેઓને કોકેઇન ડ્રગ્સ સપ્લાય કરવા માટે જણાવ્યુ હતું. તેથી તેમણે કોકેઇન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસની નજરથી બચવા માટે તેઓ લક્ઝુરિયસ કાર લઇને સુરત આવવા નીકળ્ય હતા. મોટા ઘરના નબીરાઓ જ કોકેઈનનો નશો કરતા હોવાથી સારો નફો મળતો હોય છે, તેથી વધુ પૈસા કમાવાની લાલચે ઈબ્રાહીમે એમડી ડ્રગ્સ ના બદલે કોકેઈનની હેરફેર શરૂ કરી હતી. તેને પોતે પણ કોકેઈનની લત હતી. ડ્રગ્સને ગુટખા, ઈન્જેક્શન અને નાકથી સ્નોટ કરી લેતા હોય છે. સુરતના રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જર નામના પેડલરને તે ડિલીવરી કરવાના હતા. ઈસ્માઈલ ઉપરાંત બીજા ત્રણ પેડલરોને પણ સુરતમાં કોકેઈન સપ્લાય કરાતું હોવાની આશંકા છે. કારણ કે સુરત એસઓજીને 1 કિલો કોકેઈનની બાતમી મળી હતી. તેથી થોડો જથ્થો કોઈકને સપ્લાય કરાયો હોવાની આશંકા છે.

Most Popular

To Top