Dakshin Gujarat

અંકલેશ્વરમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું, 71.64 લાખના મુદ્દામાલ સાથે 7ની ધરપકડ, 10 વોન્ટેડ

ભરૂચ,અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ ગોડાઉનમાંથી ભરૂચ LCB ટીમે કોલસા ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. કંપનીમાં કોલસો પહોંચાડવાનો હતો, જોકે માર્ગમાં જ કોલસા માફિયાઓ ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને કોલસા ચોરીને અંજામ આપી રહ્યાં હતા.

ભરૂચ LCBની ટીમે બાતમીને આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા શ્યામ એન્ટરપ્રાઇઝ કરશન ગોવિંદભાઇ રંગપરા ગોડાઉન પર દરોડા પાડયા હતા અને એલસીબીના દરોડામાં ટ્રકમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું હતુ. તપાસમાં સુરતના મગદલ્લા પોર્ટથી કોલસો ટ્રક ભરીને દહેજની જીએસીએલ નાલ્કો અલ્કાઈસ એન્ડ પ્રા.લી.માં લઇ જવામાં આવતો હતો, પરંતુ ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને ઈમ્પોર્ટેડ કોલસાની ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો.
પોલીસે ઘટના સ્થળ પરથી વજ્ર ભીમાભાઇ માલકિયા, ટ્રક ચાલક રાજેન્દ્ર શ્રીરામકાલુ સરોજ, ટ્રક ચાલક રોહિત લાલાભાઇ કટારા, ટ્રકનો ક્લીનર અજય કટારા, રઈશ અફસર અલી, શેરૂ રાયસીંગ અમલીયાર, અજમલ હુસેન રેશમ અલી સહિત સાતની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે ટ્રકમાં ભરેલ ઈમ્પોર્ટેડ કોલસો, ચાર ટ્રક, એક લોડર, સ્વીફ્ટ કાર તેમજ બાઈક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 71.64 લાખનનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનામાં વધુ 10 આરોપીઓેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઈમ્પોટેર્ડ કોલસમાં થાનગઢની માટી તેમજ ફલાયસ મિક્સ કરતાં હતા
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. ભેજાબાજ કોલસા માફિયાઓ ટ્રક માંથી કોલસો ચોરીને તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની માટી તેમજ ફલાયસ મિક્સ કરીને કૌભાંડને અંજામ આપતા હતા. પોલીસે ગોડાઉનમાં રહેલા 6.21 લાખનો 90 ટન કોલસો, 24,500ની થાનની માટી 35 ટન તથા 12 હજારનો ફલાયસનો જથ્થો 20 ટન ગોડાઉન સાથે સીલ કર્યો હતો.

Most Popular

To Top