SURAT : શહેરમાં તા.16 જાન્યુઆરી 2021ના રોજથી કોરોના વેક્સિનેશન ( VACCINATION) અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કોવિડ ( COVID) વેક્સિનેશન સાઈટ મારફત વેક્સિન આપવામાં આવી રહી છે. હેલ્થકેર વર્કરો તથા ફ્રન્ટલાઈન વર્કરોમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શકયતા રહેલી છે જેથી કોરોના સામે લડત આપી રહેલા એવા હેલ્થ કેર વર્કરો ( HEALTH CARE ) તથા ફન્ટલાઈન વર્કરોને પ્રાથમિકતાના ધોરણે વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ હવે 50 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ કો-મોર્બિડ ( CO MORBID) પેશન્ટોને પણ હવે વેક્સીન આપવાની શરૂઆત માર્ચના પ્રથમ અઠવાડિયાથી કરવામાં આવશે.
સાથે જ મનપા તંત્ર દ્વારા જણાવાયું છે કે, વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવેલા હોય તેવા હેલ્થકેર વર્કરો અને ફન્ટલાઈન વર્કરો પૈકી બાકી રહેલા હેલ્થકેર વર્કરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ તા. 25 ફેબ્રુઆરી 2021 સુધી તથા ફ્રન્ટલાઈન વર્કરોને તા. 28 ફેબ્રુઆરી 2021 સુધી જ આપવામાં આવશે. હાલમાં પ્રથમ ડોઝ લેનાર હેલ્થકેર વર્કરો અને ફન્ટલાઈન વર્કરોને બીજો ડોઝ તા.15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે.
તેઓએ વેક્સિન અંગેનો એસ.એમ.એસ. મળતા જ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવાની રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે. તેમજ હવે 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો તથા હાઈપરટેન્શન, ડાયાબિટીશ પ્રેસર તથા હાર્ટની બિમારી જેવી કો–મોર્બિડ કંડીશન ધરાવતા અને વેક્સિનેશન માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલા નાગરિકોને માર્ચના પ્રથમ અઠવાડિયાથી વેક્સિનના પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. તેથી રજીસ્ટ્રેશન કરાવેલા વ્યકિતઓને વેક્સિન અંગેનો એસ.એમ.એસ. મળતા જે તે વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવાની રહેશે તેમ જણાવાયું છે.
બેફામ બનેલા નેતાઓ અને તેમની ભીડના કારણે સંક્રમણ વધવાનું નક્કી છે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જોધપુર ખાતેના ડોમ ઉપર સવારથી 4 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 4 નાગરિકોને કોરોનાના લક્ષણો હોવાના કારણે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે 4 પૈકી એક પણ પોઝિટિવ નહિ. ABP અસ્મિતાએ કરેલી અપીલ છતાં બેફામ બનેલા નેતાઓના કારણે સહન જનતા કરશે. સતત સભાઓ અને રેલીઓમાં માસ્ક વગર ફરતા અને ટોળે વળેલા નેતાઓના કારણે નાગરિકોમાં સંક્રમણ વકરવાનો ભય છે.
પાટનગર ગાંધીનગરના સેક્ટર-21માં આવેલ કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઇન જોવા મળી રહી છે. સેક્ટર 21નાં ડોમ પર સામાન્ય રીતે ઘણા સમયથી ટેસ્ટિંગ કરાવનાર લોકોની પાંખી હાજરી રહેતી હતી, પણ હવે ટેસ્ટિંગ કરાવનાર લોકોની સંખ્યાં વધી છે. લોકોની સંખ્યા વધી એના બે કારણ એક હોસ્ટેલ શરૂ થતા હોસ્ટેલમાં ટેસ્ટિંગ ફરજીયાત માંગે છે. બીજુ ઋતુ ચેંજ થતા લોકો કોરોનાં જેવા લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા આવે છે. સેક્ટર 21નો આ ડોમ ચાલુ જ હતો બંધ નથી કર્યો પણ થોડા લોકો હવે વધું જોવા મળે છે.