અમદાવાદ: ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટસ (Institute of Cost and Management Accountants) દ્વારા 2013ના ડિસેમ્બર મહિનામાં સીએમએ ઈન્ટર તેમજ ફાઈનલ પરીક્ષા (Exam) લેવાયી હતી. આજે આ પરિક્ષાનું પરિણામ (Results) જાહેર થયુ છે. જેમાં ઈન્ટર પરીક્ષામાં વડોદરાના વિદ્યાર્થી કેવલ ગોપાલભાઈ દરજીએ સમગ્ર ભારતમાં 17મો અને શેરોન સુનિલે 45મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સીએમએ ફાઈનલમાં વડોદરાના વિદ્યાર્થી પાર્થ પ્રવિણભાઈ બારિયાએ આખા દેશમાં 38મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
વડોદરામાંથી 450 વિદ્યાર્થીઓએ સીએમએ ઈન્ટરની પરીક્ષા આપી હતી. આ પૈકી 33 વિદ્યાર્થીઓએ ઈન્ટર પરીક્ષા પાસ કરી છે. આમ વડોદરાનુ ઈન્ટર પરીક્ષાનુ પરિણામ 7.33 ટકા આવ્યુ છે. જ્યારે ફાઈનલ પરીક્ષા આપનારા 197 વિદ્યાર્થીઓ પૈકી 11 વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરીને ડિગ્રી મેળવવામાં સફળ રહ્યા છે. આમ ફાઈનલનુ પરિણામ 5.58 ટકા આવ્યુ છે. તેમજ અમદાવાદ ચેપ્ટરના ફાઇનલનું પરિણામ 32.48 ટકા છે. જ્યારે ઇન્ટર મીડીયેટનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 32.48 ટકા જાહેર થયું છે. ફાઇનલમાં કુલ 234 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 76 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જણઅવી દઇયે કે ઇન્ટર મીડીયેટમાં 493 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 77 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ICMAI ઇન્સ્ટિટ્યૂટનું ફાઈનલનું પરિણામ 8.71 ટકા આવું છે. તેમજ ઇન્ટરમીડીયેટનું પરિણામ 11 ટકા જાહેર થયું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ ફાઇનલમાં દેશભરમાંથી 16,852 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1467 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ઇન્ટર મીડીયેટમાં દેશભરમાંથી 56,678 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ 6240 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
સીએમએ ફાઈનલમાં 423 માર્કસ સાથે પાર્થ બારિયા 38માં ક્રમે
સીએમએ ફાઈનલમાં 423 માર્કસ સાથે 38મો રેન્ક મેળવનાર પાર્થ બારિયાએ કહ્યુ હતુ કે, પહેલા બે એટેમ્પમાં હું નાપાસ થયો હતો અને ભારે નિરાશ થઈ ગયો હતો. ત્યારે પરિવારે મને મોટિવેટ કર્યો હતો. જેના કારણે હું ત્રીજા એટેમ્પમાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે પાસ થયો છું. મારા પિતા પોલીસ કોન્સ્ટેબલ છે અને માતા ગૃહિણી છે. હું રોજ સવારથી સાંજ લાઈબ્રેરીમાં બેસીને અભ્યાસ કરતો હતો. મારા ચોક્કસ અભ્યાસના કારણે મને સફળતા મળી છે. આ સાથે જ પાર્ટે કહ્યું હતું કે તેને ભવિષ્યમાં અમેરિકાની સીએમએ તેમજ સીએફએસ પરીક્ષા પાસ કરવાની ઈચ્છા છે.