National

હાથરસ મામલે CM યોગી એક્શન મોડમાં, અલ્હાબાદ હાઇકોર્ટમાં CBI તપાસની માંગ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાથરસ દુર્ઘટનાએ (Hathras disaster) ચકચારી મચાવી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં મંગળવારે 2 જૂનના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના પર યુપીની યોગી સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે. આજે બુધવારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) હાથરસ પહોંચ્યા હતા. તેમજ ઘાયલોની હોસ્પિટલમાં મુલાકાત બાદ ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા.

સીએમ યોગી આદિત્યનાથે આ આખી ઘટનાને એક ષડયંત્ર ગણાવ્યું હતું. તેમજ વિપક્ષી નેતા અખિલેશ યાદવ ઉપર પણ નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેમણે આ ઘટનાની કાર્યવાહી એક નિવૃત્ત જજને સોંપી હતી. ત્યારે જણાવી દઇયે કે ઘટનાના આરોપીઓ ફરાર થઇ ગયા છે. તેમજ બાબા અને તેમના મુખ્ય સહયોગીઓ પણ પોતાના નિવાસસ્થાનેથી ફરાર થઇ ચૂક્યા છે. તો બીજી બાજુ અલ્હાબાદની હાઇ કોર્ટમાં આ મામલે પીઆઇએલ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાથરસ ઘટનાની સીબીઆઈ તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં 121 લોકોના મોતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એડવોકેટ ગૌરવ દ્વિવેદી દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં જણાવાયું હતું કે નાસભાગની બેદરકારી માટે જિલ્લા અધિકારીઓ “સંપૂર્ણપણે જવાબદાર” છે.

મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોને સંબોધિને કરાયેલી આ અરજીમાં દ્વિવેદીએ કહ્યું હતું કે તેઓને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે હાથરસ જિલ્લામાં ‘સત્સંગ’ પછી થયેલી નાસભાગમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ત્યારે આ મામલે સીબીઆઇ તપાસ ચોક્કસપણ થવી જ જોઇયે.

CM યોગીએ આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યું
સમગ્ર મામલે સીએમ યોગી આદિત્યનાથએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ દુર્ઘટના એક ષડયંત્ર સમાન છે. લોકો મરતા રહ્યા અને સેવકો ત્યાંથી ભાગી ગયા. તેમણે ન તો વહીવટીતંત્રને જાણ કરી કે ન તો કોઈ મદદ કરી. વહીવટીતંત્રની ટીમ આવી ત્યારે સેવકો તેમને આગળ જવા દેતા પણ ન હતા. અમે કુંભ જેવા મોટા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે, પરંતુ આવી દુર્ઘટના ક્યારેય બની નથી. તેમજ આવી મોટી દુર્ઘટના બનતા તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટના નિવૃત્ત જજ અને વરિષ્ઠ નિવૃત્ત પોલીસ અધિકારીની ટીમ પણ આ કેસની તપાસ કરશે અને જે પણ દોષિત ઠરશે તેને સજા કરવામાં આવશે.​​​​​​​

યોગી આદિત્યનાથે અખિલેશનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું
સપા સુપ્રીમો અખિલેશ યાદવના નિવેદનો પર નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું હતું કે તેઓ ચોરી અને સીનાચોરી કરી રહ્યા છે, બાબા સાથેની તેમના ફોટા પણ સામે આવ્યા છે. તેમણે કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે તે સજ્જન (બાબા)ના ફોટા કોની સાથે છે અને તેમના રાજકીય સંબંધો કોની સાથે છે? આવી છેતરપિંડી અને તેની પાછળ કોણ હતું? આ બાબતોની તપાસ થશે અને જે દોષી હશે તેને ઝડપી પાડવામાં આવશે.

Most Popular

To Top