રોશનીના પર્વ પર અયોધ્યા (Ayodhya) રોશનીથી ન્હાઈ ઉઠ્યું છે. 24.60 લાખ લેમ્પ (Lamp) લગાવવામાં આવ્યા છે જેના કારણે અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adiyanath) સરયુ નદીના તટ પર આરતી કરી હતી. શનિવારે દીપોત્સવમાં માત્ર રામ કી પૌરી પર 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. ગિનિસ બુકમાં આ એક વર્લ્ડ રેકોર્ડ બનશે. આ રેકોર્ડ હાંસલ કરવા માટે વધારાના 3 લાખ 60 હજાર દીવા પણ પ્રગટાવવામાં આવ્યા છે જેથી દીપમાળા સતત જળવાઈ રહે.
અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. સરયુ નદીના 51 ઘાટ પર 24.60 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ દીવાઓના પ્રકાશથી સમગ્ર અયોધ્યા નગરી ઝગમગી ઉઠી હતી. અયોધ્યામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓ હાજર છે. આ દીપોત્સવ કાર્યક્રમમાં 25 હજારથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના હાઈ કમિશનર અને રાજદૂત ભાગ લઈ રહ્યાં છે. આ સાથેજ અયોધ્યા ફરી એકવાર દીપોત્સવ ઉજવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે.
દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે આપણે બધાએ હવેથી 22 જાન્યુઆરીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જેના કારણે તે એક મોટી ઘટના બને. આપણે સૌએ સાથે મળીને આ કાર્ય પૂર્ણ કરવાનું છે. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. સાથેજ જય જય સીતારામ, જય જય શ્રી રામના નારા લાગાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જ્યારે વર્ષ 2017માં દીપોત્સવ કાર્યક્રમ શરૂ થયો હતો. આપ સૌનો ઉત્સાહ જોઈને એવું લાગતું હતું કે જાણે આપસૌનો એક જ સૂત્ર હશે. જ્યારે હું ભાષણ આપવા સ્ટેજ પર આવ્યો હતો. ત્યારે તમારી વચ્ચેથી અવાજ આવ્યો, યોગીજી, એક કામ કરો, મંદિર કા નિર્માણ કરો.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દિવાળી આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આ તહેવારો જ આપણી સંસ્કૃતિને મજબૂત કરે છે. તેમણે સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આજે હનુમાન જયંતિ પણ છે. તમને હનુમાન જયંતિની શુભકામનાઓ. તેમણે કહ્યું કે અયોધ્યાનો ઈતિહાસ ઘણો જૂનો છે.