ગાંધીનગર : મુખ્પ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) પુત્ર અનૂજ પટેલની તબિયત આજે સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. સીએમ પટેલ આજે મુંબઈ (Mumbai) ખાતે હિન્દુજા હોસ્પિટલ ખાતે રહ્યાં હતાં. ન્યૂરો સર્જન ડો. પીપી અશોક દ્વારા અનુજ પટેલની સારવાર કરવામાં આવી રહી છે. મુંબઈ ખાતે હિન્દુજા હોસ્પિટલના ICU વિભાગમાં અનુજ પટેલને દાખલ કરવામાં આવ્યા છે, અહીં અનુજ પટેલની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું બૂલેટિનમાં જણાવાયુ છે. બે દિવસ અગાઉ અનૂજ પટેલને બ્રેઈન સ્ટોક આવતા એસજી હાઈવે પર કે.ડી.હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે દાખલ કરાયા હતાં. અહીં સર્જરી પણ કરાઈ હતી. તે પછી તેમને મુંબઈ શિફ્ટ કરાયાં હતાં.
દાદાના પુત્ર અનૂજ પટેલની તબિયત સુધારા પર
By
Posted on