Gujarat Main

મુખ્યમંત્રી વિજય રુપાણીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, જાણો કઈ વેક્સિન લીધી

ગાંધીનગર: (Gandhinagar) રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) આજે ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે સાડા દસ વાગ્યે ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો. મુખ્યમંત્રી રૂપાણીએ કોવિશિલ્ડ રસીનો (Vaccine) પ્રથમ ડોઝ લીધો છે. તેમણે પોતાનું આધાર કાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કર્યું હતુ, અને ત્યાર બાદ વેક્સીન લીધી હતી.  

વેક્સીન લીધા બાદ તેમણે મીડિયા સંબોધનમાં કહ્યુ હતુ કે, અત્યારે મેં વેક્સીન લીધી છે. જનતાને અપીલ કરું છું કે, 45 વર્ષની ઉપરના લોકો ઝડપથી વેક્સીન લઈ લે અને બંન્ને ડોઝ પૂરા કરે. મને આજથી 60 દિવસ પહેલા કોરોના થયો હતો એટલે લોકોને પણ અપીલ કરું છું કે, કોરોના થઈ ગયેલા લોકો પણ લઈ લે. કોરોના થઈ ગયો હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ 45 કે 50 દિવસ પછી અવશ્ય વેક્સીન લગાવી લો. 

જણાવી દઈએ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થઈ ગયા હતા, એ બાદ તેઓ વેક્સિન લઈ શક્યા નહોતા, આથી તેમણે હવે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે કહ્યું કે વેક્સિન કોરોનાને રોકવા માટે ખૂબજ જરૂરી શસ્ત્ર છે. હાલ રાજયમાં 45 વર્ષથી ઉપરની વ્યકિતઓ માટે અને આગામી તા.1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનારા રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈને મુખ્યમંત્રી રાજ્યની જનતાને પણ વધુમાં વધુ રસી લેવા માટેની અપીલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી એક કરોડ 5 લાખ 90 હજાર 594 લોકોએ રસી લીધી છે. જેમાં 90 લાખ 34 હજાર 309 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 15 લાખ 56 હજાર 285 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,34,309 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 15,56,285 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે બે દિવસ પહેલાં જ પ્રદેશ ભાજપ-અધ્યક્ષ પાટીલ અને તેમની પત્નીએ વેક્સિન મુકાવી હતી. રસી મુકાવ્યા બાદ 66 વર્ષીય સાંસદ પાટીલે સૌને રસી અંગે કોઈપણ ભય રાખ્યા વિના કે ખોટી અફવાઓમાં આવ્યા વિના વેક્સિન મુકાવવા અપીલ કરી જણાવ્યું હતું કે વેક્સિન ખૂબજ કારગર છે. કોરોના સામે કવચ પૂરું પાડે છે. દરેક વ્યક્તિએ વેક્સિન મુકાવવી જોઈએ.

Most Popular

To Top