કુંભના મેળામાં (Kumbh Mela) ગયેલા ગુજરાતના (Gujarat) તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ લોકોના આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં કુંભ મેળામાંથી પરત ફરેલા લોકોને 14 દિવસ આઇઓલેશનમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ (CM Rupani) આ નિર્ણય લીધો છે અને તમામ જિલ્લા કલેકટરોને આદેશ આપ્યો છે. ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની કોર કમિટીના સભ્યોએ શનિવારે સવારે જામનગર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જે બાદ સીએમ રૂપાણીએ મીડિયા કેટલીક સમક્ષ મહત્ત્વની વાતો કરી હતી. જેમાં તેમણે રેમડેસિવીર ઇન્જેક્શનના (remdesivir injection)નાં ઉત્પાદન, બેડ (corona bed) વધારવાની વ્યવસ્થા અંગે જણાવ્યું હતુ. આ સાથે તેમણે કુંભ મેળામાંથી (Kumbh mela) પરત ફરતા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં આપવા અને આઇસોલેટ (isolate) કરવાના નિર્દેશ આપ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ જામનગરની નિરીક્ષણ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કુંભમેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. રાજ્યના તમામ જિલ્લા કલેકટરઓને આદેશ કરી દેવામાં આવ્યા છે કે તેમના જિલ્લાના આવા કોઈ વ્યક્તિ કે યાત્રી કુંભના મેળામાંથી પરત આવે ત્યારે જે તે ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જે નેગેટિવ હશે તેવા લોકોને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર સુનિશ્ચિત કરવાનો આદેશ અપાયો છે.
રુપાણીએ જણાવ્યું કે દરરોજ 20 હજાર રેમડેસિવીર ઇન્જેક્શનો એવરેજ આપણા હાથમાં આવે છે. તેમા પણ પ્રાયોરિટી નક્કી કરી છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પહેલા ઇન્જેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલના કોવિડના દર્દીઓ જેની હાલત ગંભીર છે અને જરૂર છે તેમને પણ ઇન્જેક્શનો આપીએ છીએ. ઉત્પાદન વધારવા અંગેના પ્લાનિંગ ચાલી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગુજરાતની હોસ્પટિલનો એકપણ દર્દી રેમડેસિવીર ઇન્જેક્શન વગર નહીં રહે તેની જવાબદારી સરકારે લીધી છે.