ગુજરાતમાં શુક્રવારે લગભગ લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થવા સાથે વરસાદનું જોર ઘટી ગયું છે. બીજી તરફ વલસાડમાં ઠંડીનું જોર વધ્યું છે. શીત લહેરની અસર હેઠળ ખાસ કરીને વલસાડ ઠંડુગાર થઈ જવા પામ્યુ છે. વલસાડમાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. બીજી તરફ આ મીની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં શિયાળુ પાકની સાથે કેળ તથા ચીકુના પાકને પણ નુકસાન થયુ છે.
રાજ્યમાં શુક્રવારે એક પણ તાલુકામાં વરસાદ થયો નથી. જો કે છેલ્લા 24 તલાકમાં રાજ્યમાં 94 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાં વડોદરાના ડભોઈમાં સૌથી વધુ દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. આજે વાદળો હટી જવા સાથે ઉઘાડ નીકળ્યો હતો. બપોરે સૂર્યનારાયણ દેખાયા હતા.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 9 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 12 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.શુક્રવારે હવામાન વિભાગે સાંજે ચેતવણી આપી હતી કે રાજ્યમાં આવતીકાલે તા.4થી ડિસે.ના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, નર્મદા, તાપી, વલસાડ, દમણ તથા ઉત્તર ગુજરાત – કચ્છમાં વરસાદની સંભાવના રહેલી છે