સ્વાસ્થ્ય બાબતે પ્રગતિ કરી મોટા મોટા આયુર્વેદ ભવનો- હોસ્પિટલો, યોગ કેન્દ્રો કે જયાં સ્વાસ્થ્યની જરૂરિયાતો સંતોષાય છે પરંતુ એકમાત્ર પૈસા કમાવવાની લાલચથી ‘સ્પા’ ખોલી દેહવ્યાપાર થાય છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે. જયારે પોલિસ રેડ પાડે ત્યારે સ્પાની આડમાં કુટણખાનું જ પકડાતું હોય છે અને તાજુબીને વાત તો એ છે કે પકડાયેલા લોકો શિક્ષિત અને રાજકીય ‘ઘરોબો’ ધરાવતા જ લોકો હોય છે જે પ્રકારની છટકબારી ગોતી છટકી જાય છે. ‘કપલબોકસ’ આવી સુવિધાના નામે વ્યભિચાર, ડ્રગ્સ-દારૂ અનેક માદક દ્રવ્યોનો બિન્ધાસ્ત ઉપયોગ થાય છે જે અનેક યુવાપેઢીને બરબાદ કરે છે. આવી પ્રવૃત્તિ સમાજ માટે કલંક છે. ‘સ્પા’નું રૂપાળુ નામ આપી અનેક પ્રવૃત્તિ જેવી કે સહશયન- ડ્રગ્સ- થાઇલેન્ડ બાંગલા અને પાકિસ્તાની સ્ત્રીને બોલાવી દેહવ્યાપાર કરાવે છે. આવી પ્રવૃત્તિ કરતા લોકોને નથી પોલીસની બીક કે નથી કાયદાનો ડર. અલબત્ત બધા જ સ્પાવાળા એવા નથી હોતા. આમાં પણ અપવાદ હશે હવે તો સમાજ જ જાગૃત થવું પડશે. લોકોની જાગૃત્તિ હશે તો જ આવી અસામાજિક પ્રવૃત્તિ બંધ થશે. નહિતર રાજકીય આશરો જીવનશૈલી જીવતા લોકો સ્પાને નામે અનેકની જીંદગી બરબાદ કરી નાંખશે.
બાબરા -મુકુંદરાય ડી. જમાણી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.