વડોદરા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે પાલિકા એક તરફ સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યું છે.તો બીજી તરફ પાલિકાના જ વહીવટી બોર્ડ નંબર 14માં આવેલ જીઈબી ઓફિસ પાસે કચરાના ઢગ તેમજ ગંદકીની ભરમાર જોવા મળી છે. જ્યારે કેટલાક વેપારીઓ પાસેથી તો દંડની વસૂલાત પણ કરવામાં આવે છે.તો બીજી તરફ પાલિકામાં જ દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્માર્ટ રેન્ક મેળવવા માટે પાલિકા તંત્ર એ દોડ લગાવી છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે ફ્રી ગાર્બેજ સીટી બનાવવાના ભાગરૂપે કચરા કેન્દ્રો નાબૂદ કરવામાં આવ્યા પરંતુ હવે તે જ સ્થળો ઉપર અસય ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે.
પાલિકાના વહીવટી વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ માંડવી જી બી ઓફીસ પાસે ગંદકીની ભરમાર જોવા મળી છે છેલ્લા ઘણા દિવસોથી અહીં સાફ-સફાઈ નહીં થતી હોવાથી કચરાના ઢગ ખડકાયા છે.જેને લઇ વોર્ડ અધિકારી સામે પણ સવાલો ઉઠ્યા છે. એક તરફ ગંદકી કરતા વેપારીઓ પાસેથી પાલિકા દ્વારા દરનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.તો પાલિકાના અધિકારીઓજ નગરને સ્વચ્છ રાખવામાં આળસ અનુભવતા હોય તો તેવા અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં તેમ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.