Vadodara

નગર સેવિકા અનેસ્થાનિકો સાથે ઘર્ષણ

વડોદરા: શહેરમા મોટા ભાગના વિસ્તારો સોસાયટી હોય કે પછી રોડ હોય કેટલાક લોકો આવી જગ્યાએ દાદાગીરી કરી ને પાર્કિંગ કરી દેતા હોય છે આવા વાહનો રાહદારીઓ અને ખાસ કરી ને મહિલાઓ, બાળકો અને વૃદ્વ નાગરિકો. અને ઇમરજન્સી વાહનો માટે આવા ગેરકાયદેસર પાર્કિંગ નગરજનો માટે માથાનો દુખાવો બની જાય છે. આવોજ બનાવ શહેર ના નાગર વાડા ખાતે બન્યો હતો. જેમાં નાગરવાડા મા પાર્કિંગ મામલે કોર્પોરેટર સાથે કરવામાં આવેલા ઉદ્ધત વર્તનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી હતી.

અંતે જાણવા મળેલી માહિતીનુસાર શહેરના મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા બહાર ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. સ્થાનિક કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર ચૌહાણે જણાવ્યું હતું કે નાગરવાડામાં મહાત્મા ગાંધી નગર પ્રાથમિક શાળા આવેલી છે. મારી ગ્રાન્ટમાંથી કુલરનું લોકાર્પણ કરવા માટે અમે આવ્યા હતા. અમે આવ્યા ત્યારે બે કાર તેવી રીતે પાર્ક કરી હતી, કે માણસ ચાલતો પણ ન આવી શકે. કાર ત્રણ મહિનાથી મુકી રાખવામાં આવેલી છે. શાળાના આચાર્ય દ્વારા પણ કાર ખસેડવા માટે રજૂઆત કરી છે. જે અંગે અમે વાત કરી એટલે સ્થાનિકે મારી સાથે બોલવાનું શરુ કરી દીધું હતું.શાળામાં કોઇ પણ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, લોકો તે હદે વાહન પાર્ક કરી દે છે કે માણસ ચાલતો ન આવી શકે તો પછી ઇમરજન્સી વાહન કેવી રીતે આવી શકે.

આ મામલે અમારી સ્થાનિક લોકો સાથે વાતચીત થઇ, પરંતુ તે લોકો આક્રોશમાં આવી ગયા, એટલે અમારે પોલીસને બોલાવવી પડી અમારી સાથે ઉગ્રબોલાચાલી થઇ હતી. આ લોકોનો પહેલાથી જ પ્લાન હોય છે. આ વખતે તેમનો પ્લાન સફળ થવા દીધો નથી. એક મહિલાએ અમારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. કારેલીબાગ પોલીસને બોલાવતા મહિલાએ માફી પત્ર લખી આપ્યું હતું.

છેલ્લા ઘણા મહિનાથી વાહનો જોવા મળે છે. અહિંયા શાક માર્કેટ પણ ભરાતું હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. આ ગાડીઓને વપરાશ નથી, તેમની તેમ પડેલી હોય છે. બાળકોના જવા-આવવાના રસ્તા પર મુશ્કેલી સર્જાય છે. અત્તે ઉલ્લેખનીય છે કે, આ નગર સેવિકા કોરાના કાળમાં કેક કાપવાના મામલે પણ વિવાદમાં આવ્યા હતા.

Most Popular

To Top