Gujarat

રાજકોટમાં બૂટલેગરના પરિવારની મહિલાઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, 50 હજારના હપ્તા લેવાના આરોપો

રાજકોટ: રાજકોટમાં (Rajkot) ગઈકાલે રાત્રે પોલીસ (Police) અને બુટલેગરના (Bulletgar) પરિવારની મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોય તેવો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જ્યાં બુટલેગરના પરિવારની મહિલાઓ પોલીસ પર હપ્તો લેવાનો આરોપ લગાવ્યો હતો. જોત જોતમાં પાલીસ સ્ટેશનમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

1 ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી છે, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસે બૂટલેગર અને અસામાજિક તત્તવો સામે લાલ આંખ કાઢી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે રાજકોટમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં રહેતો નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. પોલીસે અડ્ડા પરથી હાર્દિક સહિત 5થી 6 લોકોને ઝડપી પાડ્યા હતા, આ સાથેે જ ચાર વાહન, મોબાઈલ સહિત લાખાોની મતા કબજે કરી હતી. જો કે હાર્દિકની ધરપકડ બાદ તેના પરિવારની મહિલાઓ પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી, અને હંગામો કર્યા હતો. મહિલાઓએ બેફામ ગાળો ભાંડી હતી અને આરોપ લગાવ્યા હતા કે પોલીસ 50 હજાર રૂપિયા લઈ જાય છે. પોલીસ અને મહિલાઓ વચ્ચે થયેલા ઘર્ષણનો વીડિયો વાયરલ થયો હતો.

બૂટલેગર હાર્દિકને પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ તેના પરિવારની મહિલાઓ પણ તેઓની પાછળ પોલીસ સ્ટેશન સુધી આવી પહોંચે હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય તેમ હાર્દિક બે હાથ ઊંચા કરીને જોર જોરથી બોલી રહ્યો છે કે, ચાલો મને મારી નાખો હાલો… જ્યારે પોલીસકર્મી કહે છે કોઈ નથી મારતું. હાર્દિકના પરિવારની મહિલામાંથી એક યુવતી કહે છે કે વિજિલન્સવાળા પૈસા લઈ જાય તોય આવે છે દરોડો પાડવા. ત્યાર બાદ યુવતી પોલીસકર્મીઓને બેફામ ગાળો દેવા લાગે હતી. ત્યારે અન્ય એક મહિલા બોલે છે કે 50-50 હજાર રૂપિયા લઈ જાય છે, તમે દારૂનો ધંધો મોજથી કરો અમે બેઠા છીએ એવું કહે છે. મહિલા આરોપ લગાવતા કહે છે કે પોણા બે લાખ રૂપિયા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાય છે, બાકી આ લેડીઝ મોઢે બુકાની બાંધીને 2-2 હજાર લઈ જાય છે. 20 હજાર વિજિલન્સવાળા ડીઝલના લે છે.

વીડિયોમાં જોઈ શકાય તેમ મહિલાઓ વધુમાં જણાવે છે કે, પોલીસ રેડ પાડવા આવે છે કે દારૂ પીવા આવે છે તે રીતનું વર્તન કરે છે. 90 હજાર સેટીમાં રાખ્યા હતા તે પણ લઈ ગયા છે. વધુમાં મહિલા કહે છે જો પોલીસે મુદ્દામાલમાં લખ્યા છે તે ફરિયાદમાં લખ્યું છે કે નહીં તે બતાવો. પોલીસકર્મીઓ પર આરોપ લગાવતા મહિલા કહે છે કે હાર્દિક દેશી વેચે અને પોલીસવાળાને 4-4 હજારવાળી દારૂની બોટલ આપે છે. દર મહિને પોતાના પરિવારને ફરવા માટે દીવ લઈ જાય ત્યારે હાર્દિકને કહે છે કે, હાર્દિક 20 હજારનું બિલ થયું છે, ફ્રીઝ, એસી લઈ દે. મહિલાનું કહેવું છે કે જ્યારે પોલીસ દરોડા પાડવી તે પહેલા તેઓએ દારૂ પીધો છે, વીડિયોમાં મહિલા કહે છે કે જેટલાએ દારૂ પીધો છે તેનો ટેસ્ટ કરાવો.

ગોકુલધામ ક્વાર્ટરમાં નામચીન બૂટલેગર હાર્દિક સરાજાહેર દારૂ બનાવતો અને વેચતો હોવાની માહિતી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હાર્દિકના અડ્ડા પર ત્રાટિકી હતી. આ ટીમે સ્થળ પરથી 200 લિટર દારૂ અને 3 હજાર લિટર જેટલો આથો જથ્થો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સ્ટેટ વિજિલેન્સની રેડ બાદ સ્થાનિક પોલીસ પણ ખાનગી રીતે સક્રિય બની હતી. આ અગાઉ પણ વિદેશી દારૂનો વેપલો કરવા તેમજ દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top