સુરત: સિવિલમાં ઓળખાણ છે તો સારવાર છે નહિતર ગરીબના નસીબમાં ધક્કા જ છે એવી વ્યથા વ્યક્ત કરીને બિહારવાસીએ જણાવ્યું હતું કે 15-20 દિવસ થી હાયડ્રોસીલ ના દુખાવાથી પીડાઉ છું, જન્માષ્ટિ ના રોજ સિવિલમાં (New civil hospital) સારવાર કરાવવા આવ્યો તો ડોક્ટરોએ (Doctor) સ્પષ્ટ કહ્યું કોઈ દવા કામ નહીં આવે સોનોગ્રાફી કરાઉ પછી ઓપરેશન જ કરવું પડશે દવા આપી અને આજે બોલાવ્યો હતો. પરંતુ રેડીયોલોજી થી ટ્રોમાં સેન્ટરમાં ધક્કા ખવડાવતા લાગે છે કે અહીંયા ગરીબોને કોઈ સાંભળતું જ નથી.
આશિષ રામભરન ઠાકોર ઉ.વ. 22 (રહે સારોલીગામ લેન્ડમાર્ક, પર્વત પાટિયા રોડ, પુણા) એ જણાવ્યું હતું કે 8 મહિના પહેલા યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. આખું પરિવાર વતનમાં રહે છે. પીકપ વાન ચાલવી પોતાનું ગુજરાન ચલાવી વતનમાં રહેતા પરિવારને આર્થિક મદદ કરવાની પણ જવાબદારી નિભાઉ છું. છેલ્લા 15-20 દિવસથી હાઇડ્રોસીલનો દુખાવો છે. બચત એક પૈસાની પણ નથી. એટલે સિવિલમાં પોતાની સારવાર કરાવવા આવ્યો હતો. જન્માષ્ટિ ની રજા હોવાથી ટ્રોમાં સેન્ટરમાં મારા દર્દ ની દવા મળી ગઈ હતી. પરંતુ ડોક્ટરોએ આજે બોલાવી સોનોગ્રાફી કરાવી ને બતાવવા આવવું એમ કહ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે 10 વાગ્યાથી રેડીયોલોજીમાં સોનોગ્રાફી માટે લાઈનમાં ઉભો છું. કલાકો બાદ નંબર આવ્યો તો ડોક્ટરો એ કહ્યું આ લખાવી લાઉ કહી તગેડી મુક્યો, ત્યારબાદ ફરી રેડીયોલોજીમાં ગયો તો નંબર આવતા જ બંધ થઈ ગયું હવે અરજન્ટ હોય તો ટ્રોમાં સેન્ટર મા જાઉં કહી દેવાયું, ટ્રોમાં સેન્ટરમાં આવ્યો તો આ સોનોગ્રાફી 9 નબરમાં જ થશે એમ કહી દેવાયું, ફરી ત્યાં ગયો તો કહે હવે 4 વાગે આવજો, બોલો, સારવાર પણ ઓળખ હોય તો જ થાય એનું ઉદાહરણ બની ગયો હતો. કેટલાય મારી નજર સામે સીધી સોનોગ્રાફીમાં ઘૂસીને કરાવી ગયા અને બીજા જોતા જ રહી ગયા એમાં નો હું એક
વધુમાં કહ્યું હતું કે સિવિલમાં ઓળખાણ હોય તો સારામાં સારી સારવાર થાય એ જોઈ લીધું નહિતર ધક્કા જ ખાવા પડે એનો અહેસાસ પણ કરી લીધો છે. મારે શું કરવું એજ સમજ નથી પડતી એક બાજુ દુખાવો અને બીજી બાજુ ખો, સુપ્રરિટેન્ડન્ટ ઓફીસ પણ કોઈ બતાવતું નથી, હવે 4 વાગ્યાની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી, ખબર નહિ ત્યારે પણ થશે કે કેમ એ તો સમય જ કહી શકે