વડોદરા કોર્ટ કોરોનાને કારણે છેલ્લા એક વર્ષ જેટલાં સમયથી બંધ હતી. સોમવારથી કોર્ટનું ફીઝીકલ કામકાજ ફરીથી શરૂ કરાયું હતું. કોર્ટના સ્ટાફ, વકિલો અને અસીલોને કોરોના પ્રોટોકોલના સખત પાલન પછી કોર્ટ રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
વડોદરા: રાજયમાં કોરોના વકરી જવાથી કોર્ટની કામગીરી સ્થગિત કરવાનો િનર્ણય કરવામાં આવ્યો હતો. એકાદ વર્ષથી બંધ અદાલત સંકુલ સોમવારના રોજ ફરી ધમધમવા લાગ્યું હતું. ધારાશાસ્ત્રીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. કોરોનાના કારણે વહીવટી તંત્રની ઓનલાઈન કામગીરી કરવાની ફરજ પડી હતી.
જેને લીધે કોર્ટની કાર્યવાહી પણ ઓનલાઈન કરવામાં આવી હતી. કોરોનાની અસર ઓછી થતાં વકીલોએ કોર્ટ શરૂ કરવાની માંગણી કરી હતી. પ્રવેશ કરતી વખતે ટેમ્પરેચર માપીને અને મુલાકાતીને સેનેટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ અપાયો હતો. વડોદરા બાર એસોસીએશનના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, નોટીસ, વોરંટ, અને સમન્સની બજવણી યુધ્ધના ધોરણે કરવી જોઈએ. ન્યાયતંત્રને ફરીથી ગતિશીલ કરવા પ્રયત્નો કરવા જોઈએ.
કોર્ટમાં એક ગેટ ચાલુ રાખવામાં આવ્યો છે તેમાં પ્રવેશતા કોિવડથી બચવાના તમામ ઉપાયો કરવામાં આવશે. બે ગેટ ખોલવા વકીલોએ રજૂઆત કરી છે તેની સાથે અસીલોને બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ.
ન્યાયધીશની સામે કાચની આડશ ઊભી કરાઈ
તમામ કોર્ટ રૂમમાં પણ ભારે ફેરફાર કરીને કોરોનાને મહાત કરવા સાવચેતીના પગલારૂપે ન્યાયાધિશની સામે કાચની ફ્રેમ આડશ મૂકીને રિનોવેશન કરવામાં આવ્યું હતું. તથા વકિલ અને પક્ષકારોની બેઠક વ્યવસ્થા પણ એક ખુરશી છોડીને બીજી ખુરશીમાં લાલ ટેપથી ચોકડી કરીને નહીં બેસવાની નિશાનઓ કરવામાં આવી હતી.
જો કે પક્ષકારોને પારવાર મુશ્કેલી બેસવા બાબતે જ પડી રહી હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં પણ સિનિયર સીટીઝન, અપગ મહિલાઓને લોબી અને પેસેજમાં બેઠક વ્યવસ્થા ઓછી હોવાથી તકલીફ ભોગવી રહયા હતા.