વડોદરા: શહેર ભાજપાના કાર્યકરો ઉપર હુમલાઓ થઇ રહ્યા છે. સચિન ઠક્કર બાદ વધુ એક કાર્યકર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શહેર બક્ષીપંચ મોરચાના કચેરી સભ્ય રાકેશ પાટણવાડીયા ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ભાજપાના કાર્યકરોની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક કાર્યકરો ઉપર હુમલા થઇ રહ્યા છે. અગાઉ સચિન ઠક્કર ઉપર હુમલા બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું છે. તો વધુ એક કાર્યકર ઉપર બે ઈસમોએ મારક હથિયારો વડે હુમલો કરી હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
શહેર બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય અને ઠાકોર સમાજના પ્રમુખ રાકેશ પાટણવાડીયા પોતાની બહેનના ઘરે બામણગામથી રાતે આઠેક વાગે પરત આવ્યા હતા. અને પેનાસોનિક કંપની પાસે રોડ ઉપર રાતે 10.15 ની આસપાસ પોતાના મિત્રની રાહ જોઈ રહ્યા હાર દરમિયાન તેઓની ક્રેટા કારની આગળ અન્ય એક કર આવીને ઉભી રહી હતી અને તેમાંથી બનતી નામનો ઈસમ ઉતાર્યો હતો જેને ‘ તને બહુ ચરબી છે’ તેમ કહી ગાળાગાળી શરુ કરી હતી. અને ત્યાર બાદ ઝપાઝપી કરી હતી.
આ સમયે કારમાંથી અન્ય એક ઈસમ ભરત શીવદાસ તાંબે લાકડી લઈને ઉતર્યો હતો અને માર માર્યો હતો. બનતી અને ભરતે બંનેએ ભેગા મળી રાકેશ પાટણવાડિયાને ગડદાપાટુનો માર મારતા તેઓએ બુમાબુમ કરી હતી જેના પગલે ત્યાં ટોળું એકત્ર થઇ ગયું હતું જેથી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. બનાવ અંગે રાકેશ પાટણવાડિયાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.