Charchapatra

મહાનગર અને નગરપાલિકા દ્વારા વસુલાતા કરવેરામાં નગરજનોને મળશે રાહત

આનંદો, આનંદો ગુજરાત રાજ્યના નગરજનો આઝાદીના અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ ગુજરાત સરકારે મહાનગર/ નગરપાલિકા દ્વારા વસુલાતા કરવેરામાં નગરજોને મોટી મોટી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી. સારી વાત છે નગરજનોને રાહત કરવામાં આવી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શુ આ જાહેરાત યોગ્ય છે. જે નાગરિકોએ અગાઉના વર્ષોમા વેરા ભરવાની સમયમર્યાદામાં સમયસર વેરો પાલિકાઓમાં ભરપાઈ કર્યા તેઓ શુ નાસમજ હતા/ મુર્ખાઓ હતા. કેટલાક નગરજનોએ વેરો ભરવા ઘરમાં કરકસર કરીને, ઉધાર ઉછીના કરીને, અથવા નગરપાલિકામાં વિકાસને વેગવંતો રાખવા અથવા માથા પર કોઈ સરકારી લેવુ ન રહેવું જોઈએ એ ઉમદા હેતુથી વેરો ભર્યો હોય શકે.

શું તેઓને સરકારની સદર જાહેરાતથી અન્યાય થયો હોય એવુ નથી લાગતું. તેઓને એવો અહેસાસ થયો કે અમે સમયસર વેરો ભર્યા અને અમોને કશુ જ રાહત વળતર નહી.  મનપા કે કોળાના કાળમાં વેપારધંધા/ નોકરીમાં તકલીફ પડી હોય તેઓને રાહત/ વળતર આપવાનો સરકાર દ્વારા પ્રયાસ હાથ ધર્યા હોય એવું લાગે છે. પરંતુ જેઓને કોરોનાકાળની સમયગાળાનો વેરો નહિ ભર્યા હોય તેને વ્યાજ, નોટીસ હી વોસ હીમાંથી મુક્તિ આપી શકાય. વેરાના ઘણા મિલ્કતવારે એવા છે કે જેઓએ અંદરોઅંદર ઝઘડામાં/ દસ વર્ષથી કે બીજા કોઈ અન્ય કારણોસર અગાઉના ઘણા વર્ષોથી વેરો નથી ભર્યા અને સરકારી નાણા વાપરી રાખ્યા હોય. તેઓને વ્યાજ, નોટીસરી વગેરેમાં રાહત/ વળતર ન આપી શકાય. નગરજનો આનાથી પરથી એવુ શીખશે કે વેરો સમયસર ન ભરવો, સરકાર પાછળથી વ્યાજ, નોટશીહી, વોરંટહી, પેનલ્ટીમાં મુક્તિ/ રાહત આપશે. આપણે બિન્દાસ્ત રહો. આના માટે તો નગરજનોએ જાગૃત થઈ સરકારને જોરદાર રજૂઆત કરવી જોઈએ. બાકી તો નગરજનો છે ને સરકાર છે એવી નગરજનોની લાગણી છે.
સુરત  – પંકજ માંજરાવાળ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top