ઈઝ ઓફ લિવિંગ (IS OF LIVING) એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સુરત (SURAT) 5માં ક્રમે જાહેર કરાયુ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ ઇઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ -2020 ના આધારે આ ક્રમ નક્કી કરાયા છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ કરાયો છે. ભારત સરકારે બહાર પડેલા લિસ્ટમાં ટોપ ટેન (TOP 10) દેશમાં બેંગ્લોર (BANGALORE) સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. જ્યારે ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા (SHIMLA) નંબર 1 પર આવ્યું છે. ગુજરાત માટે મહત્વનું ગણી શકાય કે અમદાવાદ ટોપ ટેનમાં ત્રીજા નંબરે છે. જયારે સુરત પાંચમા નંબર પર અને વડોદરા આઠમા નંબરે છે. મુંબઈનું સ્થાન સુરત પછી છે. મુંબઈને છઠ્ઠું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ટ છે.
ટોચની મહાનગરપાલિકામાં પણ ગુજરાતના આ શહેરો
ઉલ્લેખનીય છે કે દેશની ટોપ મહાનગરપાલિકા (MUNICIPALITY)માં પણ ગુજરાતના આ જ ત્રણ શહેરો સામેલ થયા છે. જેઓ કે આ લિસ્ટમાં ભારત સરકારે જારી કરેલા ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને છે. જેથી સુરત મનપા માટે પણ ગર્વ લેવાની વાત છે. જો કે ફરી દેશમાં ટોપ પર ઈન્દોર છે. સાથે જ અન્ય મેટ્રો સિટીમાંથી ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠવા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવમાં સ્થાને વિશાખાપટ્ટનમ છે.
ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ (INDEX)માં 111 શહેરોનો સર્વે કરવામાં આવ્યો છે જેમાં 49 શહેર 10 લાખથી વધારે વસતીવાળા છે. જ્યારે 62 શહેર 10 લાખથી ઓછી વસતી વાળા સમાવેશ થયા છે. જો કે સારાપણાની વાત આવે તો દેશના મહાનગરોમાં બેંગલુરુ સૌથી સારુ અને ઓછી વસ્તીવાળા શહેરમાં શિમલા નં-1 છે. અને પાટનગર દિલ્હીનો ક્રમ 13 પર છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, મહારાષ્ટ્રનું પુણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ સહિત 7 શહેરો પણ સામેલ છે.
દિલ્હી આર્થિક ક્ષેત્રે ટોચ પર
આ સર્વેમાં શહેરની આર્થિક (ECONOMICALLY) ક્ષમતાના આધાર પર બેંગલુરુ, દિલ્હી, પુણે, અમદાવાદ અને થાણે દેશના ટોપ-5 મેટ્રો સીટી સાબિત થયા છે. જો કે આર્થિક સ્તર પ્રમાણે પાટનગર દિલ્હી નંબર-1 લઇ ગયું છે. અને ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈનો નંબર છે. નાગરિકત્વના મામલે ભુવનેશ્વર દેશનું સૌથી સારુ શહેર ગણાયું છે. જો કે સિલવાસા, દેવનગેરે, કાકીનાડા, બિલાસપુર અને ભાદલપુરનો પણ સમાવેશ થયો છે. મહત્વની વાત છે કે સિટિઝન્સ પરસેપ્શન સર્વેમાં 111 શહેરોના 32.5 લાખ લોકોનો ફિડબેક લેવામાં આવ્યો છે.