Charchapatra

સિગારેટ બનાવવા વાર્ષિક 60 કરોડ વૃક્ષોનું છેદન

આમ તો 18 વર્ષ અગાઉથી ભારતમાં જાહેર સ્થળોએ ધ્રુમપાન પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં છે, પરંતુ તેનો અમલ ભાગ્યે જ થાય છે. એક અંદાજ મુજબ સિગારેટ બનાવવા વાર્ષિક 60 કરોડ વૃક્ષો કપાય છે અને આશરે 22 અબજ લિટર પાણી વેડફાય છે. તેનાં સેવન બાદ 840 લાખ ટન કાર્બનડાયોક્સાઈડ હવામાં છોડવામાં આવે છે. એક અંદાજ મુજબ તમાકુના ઉપયોગના કારણે વિશ્વમાં દર વર્ષે 80 લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં આ આંકડો વાર્ષિક 10 લાખનો છે. તમાકુનો ઉપયોગ 12 થી 17 વર્ષના કિશોરોમાં વિશેષ થતો હોવાનું અનુમાન છે. આ પાછળનું કારણ ક્યારેક કાંઈક નવું કરવાની જિજ્ઞાસા અથવા ક્યારેક પોતે અન્ય કરતાં મોટા હોવાનું સાબિત કરવાની લાલસા પણ હોઈ શકે. તમાકુ અને નશીલા દ્રવ્યોનો યુવા વર્ગમાં ઉપયોગ વધી રહ્યાના અહેવાલો ચિંતાજનક છે. કહેવાતા વિકાસ કામોના બદલે યુવાધનની બરબાદી અટકાવવાનું કામ અગ્રતાના ધોરણે હાથ ધરાવું જોઈએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top