SURAT

CID ક્રાઇમ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં હજારો કરોડોની તપાસ કાગળ પર જ દબાવી દેવાઈ

સુરત: (Surat) હાલમાં ગાર્નેટ કોઇનના મૂળ ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ (Police Complaint) પાછી ખેંચી લેવામાં આવી છે. આ મામલે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં આ મામલે પિટિશન દાખલ કરવામાં આવી છે. નવી ફરિયાદ પ્રકાશ સોરડિયા દ્વારા નોંધાવવામાં આવી છે. પ્રકાશ સોરડિયા દ્વારા આક્ષેપ કરાયા છે કે સીઆઇડી ક્રાઇમના (CID Crime) અધિકારીઓ પડદા પાછળ આરોપીઓને બચાવી રહ્યા છે.

  • ગાર્નેટ કોઇનના ફરિયાદીનું સમાધાન કરાવવા પોલીસની વિવાદી ભૂમિકા : નવી ફરિયાદ હાઇકોર્ટમાં નવા અસરગ્રસ્ત દ્વારા દાખલ
  • ક્રિપ્ટો કરન્સીમાં શા માટે પોલીસે તપાસ નથી કરી, ડીજી ઓફિસ તપાસ કરે તો પોલમપોલ ખુલ્લી થવાની શક્યતા

દરમિયાન આ એક કેસમાં જ નહીં, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં અંદાજ પ્રમાણે પંદર હજાર કરોડની ગોલમાલ કાગળ પર થઇ છે. તેમાં પાંચ હજાર કરોડની ગોલમાલ તો માત્ર ગાર્નેટ કોઇનમાં જ કરવામાં આવી છે. તેના મુખ્ય આરોપી ભાવિક કોરાટને આફ્રિકા જે સિફ્તાઇથી ભાગી ગયો છે. ઉપરાંત તેના પરિવારજનોની સીધી સંડોવણી હોવા છતાં આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દરમિયાન આવા અન્ય પાંચ કોઇનમાં મોટી ગરબડ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં કોઇ તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી નથી. હવે સીઆઇડી ક્રાઇમનાં ચાર વર્ષથી કાર્યરત અધિકારીઓની આ મામલે સઘન પૂછપરછ કરવામાં આવે અથવા આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તો આ કૌભાંડ સંભવત: હજારો કરોડોને આંબે તેમ છે.

સારોલીની રાધા રમણ ટેક્સટાઇલમાં ધોળે દિવસે રૂા. 4 લાખની ચોરી

સુરત : પુણા સારોલી રોડ ઉપર ઓવલી રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટમાં ધોળે દિવસે દુકાનમાંથી રૂા. 4 લાખ રોકડની ચોરી થઇ હતી. વેપારીની દુકાનમાં બે યુવકો આવ્યા હોય તેઓની સામે શંકા રાખી ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રમેશચંદ્ર ઘનશ્યામલાલ બજાજ (રહે.વીઆઇપી રોડ, શ્રૃંગાર રેસિડેન્સી, વેસુ) પુણા સારોલી રોડ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની પાસે રાધારમણ ટેક્સટાઇલ માર્કેટમાં ગણપતિ ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરે છે. તેમણે તેમના એક વેપારીને રૂા. 4 લાખ ચૂકવવાના હતાં. આ માટે તેઓ ઘરેથી 2 લાખ લાવ્યા હતાં અને દલાલ પ્રમોદ પરીહારની પાસેથી 2 લાખ લાવ્યાં હતાં. આ ચાર લાખ રૂપિયા તેઓએ પોતાના ઓફિસના ડ્રોઅરમાં મુક્યા હતા. આજે સવારે તેઓ દુકાને આવ્યા હતા. ત્યારે બપોરના સમયે અન્ય વેપારી 4 લાખ લેવા માટે આવ્યા હતા. રમેશચંદ્રએ તેમના એકાઉન્ટન્ટ રામસ્વરૂપને ડ્રોઅરમાંથી 4 લાખ આપવા માટે કહ્યું હતું. પરંતુ ડ્રોઅરમાં રૂપિયા મળી આવ્યા ન હતા. ઓફિસમાં આમથી તેમ તપાસ કરતા રૂપિયા નહીં મળતા તે ચોરાયા હોવાની શંકા ગઇહતી. આ દરમિયાન એકાઉન્ટન્ટ રામસ્વરૂપે કહ્યું કે, વહેલી સવારે દુકાન શરૂ કરી ત્યારે દુકાનમાં હસમુખ ગોહિલ અને કમલેશ ગોહિલ નામના બે વ્યક્તિઓ આવ્યા હતા. આ બંનેએ રૂપિયા ચોરી કરી હોવાની શંકા છે. પોલીસે આ બંનેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top