ગાંધીનગર: ગુજરાત એસીબીની ટીમે ગાંધીનગરમાં મહત્વનું ઓપરેશન હાથ ધરીને સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના પોઈ પી કે પટેલ તથા તેમના સાગરિત જેવા પોકો વિપુલ દેસાઈને 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.
આ અંગે સીઆઈડી ક્રાઈમની ગાંધીનગરની ઓફિસમાં ગુનો દાખલ થયો છે. આ કેસમાં જેમની સામે આક્ષેપ છે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવા માટે આરોપીઓ દ્વારા 30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ 30 લાખની રકમ ગાંધીનગરમાં સ્વાગત સિટી મોલ પાસે સ્વીકારતા પોઈ પી કે પટેલ તથા તેમના સાગરિત જેવા પોકો વિપુલ દેસાઈ પણ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ બંને લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારીઓ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે. ઘટનાને પગલે રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.