ચીની કંપનીને તામિલનાડુના રામેશ્વરમથી 45 કિલોમીટર દૂર ઉત્તરીય જાફના દ્વીપકલ્પથી ત્રણ શ્રીલંકન ટાપુઓ (Srilankan Islands) પર હાઇબ્રીડ વિન્ડ અને સોલર એનર્જી પ્લાન્ટ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે. જો કે આ સમાચારથી ભારત નાખુશ છે. શ્રીલંકાના સાપ્તાહિક સન્ડે ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે 12 મિલિયન યુએસ ડોલરનો આ પ્રોજેક્ટ સિનોસર-ઇટેકવિનને (Sinosar-Etechwin) આપવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકારની સહાયક વીજ પુરવઠા કંપની સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાથે સંયુક્ત સાહસ તરીકે આ પ્લાન્ટનું નિર્માણ કરાશે. જણાવી દઇએ કે ઇટેકવિન એ ચીની વિન્ડ ટર્બાઇન ઉત્પાદક ગોલ્ડવિન્ડની પેટાકંપની છે.
શ્રીલંકાના સન્ડે ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે શ્રીલંકાની સરકારે પૂર્વીય કન્ટેનર ટર્મિનલ માટેના કરારને રદ કર્યાના કેટલાક દિવસો પહેલા ચાઇનીઝ કંપનીને કરાર પર ભારતે શ્રીલંકાની સરકાર સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી. શ્રીલંકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બિડને આમંત્રણ આપ્યા બાદ કરાર આપવામાં આવ્યો હતો અને ભારતીય કંપની સ્પર્ધાત્મક નહોતી.
એશિયન ડેવલપમેન્ટ બેંક (Asian Development Bank ) આ પ્રોજેક્ટને ભંડોળ આપશે, જે જાફ્ના દ્વીપકલ્પથી દૂર પલ્ક સ્ટ્રેટનાં ત્રણ ટાપુઓ ડેલ્ફ્ટ, નૈનાતીવુ અને એનાલાટિવુ પર આવશે. ત્રણ ટાપુઓમાંથી સૌથી મોટું ડેલ્ફ્ટ, રામેશ્વરમની (Rameshwaram) સૌથી નજીક છે, જે આ ટાપુના દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. કોલોંબો બંદર ખાતે પૂર્વીય કન્ટેનર ટર્મિનલના વિકાસ અને કામગીરી અંગે શ્રીલંકા દ્વારા ભારત અને જાપાન સાથેના ત્રિપક્ષીય કરાર રદ થાય તે પહેલાં 18 જુલાઇએ સિલોસર / ઇટેવિન સાથેના કરારને પ્રાપ્તિ અંગેની કેબિનેટ સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
ગત ઑગસ્ટ મહિનામાં શ્રીલંકા (Sri Lanka) ના વિદેશ સેક્રેટરી જયનાથ કોલમ્બેજે (Jayanath Colombage) એક શ્રીલંકન ન્યુઝ ચેનલ સાથે વાત કરતા બહુ મોટો ખુલાસો કર્યો હતો જયનાથ કોલમ્બેજે કહ્યુ હતુ કે શ્રીલંકાનું મોટુ બંદર હેમ્બન્ટોટા હાર્બર (hambantota port) ને 99 વર્ષ સુધી ચીન (China) ને લીઝ (Lease) પર આપવુ એ બહુ મોટી ભૂલ હતી. તેમણે ઉમેર્યુ હતુ કે ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલાથી સહકારપૂર્ણ સંબંધો રહ્યા છે. શ્રીલંકા ભારતના હંમેશા ટેકો આપતુ રહેશે આ વાત ફરી એકવાર સાબિત થઇ ગઇ છે. ભારત અને ચીન વચ્ચે ચાલતા તણાવોને લઇને શ્રીલંકાના વિદેશ સેક્રેટરી જયનાથ કોલમ્બેજે શ્રીલંકન ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ‘અમે ભારતને હંમેશા ટેકો આપીશું. અને એટલે જ કોઇપણ વિદેશી કોન્ટ્રેકચ કરતી વખતે “ઇન્ડિયા ફર્સ્ટ” પોલીસી અપનાવીશું.’.