પહેલાના જમાનામાં નાલંદા, તક્ષશીલા જેવા વિદ્યાધામો વિશ્વમાં સૌથી મોખરે હતા અને ત્યારે હદ્રએનસંગ જેવા વિદ્યા અભ્યાસી વિકટ પ્રવાસ ખેડીનેય વિદ્યાપ્રાપ્તિ માટે ભારત આવતા હતા ગૌતમ બુદ્ધ દ્વારા ત્યા જ્ઞાન પ્રકાશ પથરાયો આજે એ જ ચીન જ્ઞાનવિજ્ઞાનમાં ખૂબ આગળ વધી ગયું છે. કોઈની વાતો, વિચારો, યોજનાઓ અવાસ્તવિક લાગે, હાસ્યાસ્પદ જોવાય ત્યારે તેને ‘‘હવાઈકિલ્લા’’ કહી દેવાય છે, પણ હવે તેવી સમજ છોડવી પડશે. પૃથ્વીની પેલે પાર લોકો કલ્પના કરવા લાગ્યા છે, એવી કલ્પના ખગોળ વિજ્ઞાન સાથે જોડી દઈ તેને સાકાર કરવા મથે છે. સૌર ઊર્જાનું મહત્ત્વ હવે લોકો સમજવા લાગ્યા છે, તેના આધારે હવે ચીન અવકાશમાં બંધ બાંધશે.
વાસ્તવમાં આ એક વિશાળ સોલાર પેનલ હશે, જે અવકાશમાં સૂર્ય એકઠી કરશે. આ અવકાશી બંધ પાણીનો નહી પણ સૂર્યની ઊર્જાનો સંગ્રહ કરશે. પૃથ્વીથી છત્રીસ હજાર કિલોમીટર ઉપર અવકાશમાં જીયો સ્ટેશનરી ભ્રમણ કક્ષામાં એક કિલોમીટર પહોળી એક વિશાળ સૌર પેનલ મુકવાની આ યોજના છે. આ ચેનલ ત્યાં દિવસ રાતના ચક્ર અને ઋતુની પરવા કર્યા વિના લગાતાર સૂર્ય ઊર્જા જમા કરશે. આ પેનલમાં એકત્ર કરાનારી ઉર્જા પૃથ્વી પર એક વર્ષમાં કાઢવામાં આવેલ કુલ ખનિજ તેલની બરાબરી કરશે. જૂના જમાનાનું ચીન આજે વિદ્યાપ્રાપ્તિ માટે અન્ય દેશમાં જઈ પ્રાપ્તિ કરવા લાચાર નથી.
ઝાંપાબજાર, સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.