World

નેન્સી પેલોસીના આ નિવેદનથી સિંગાપોરમાં સરકારે વોર્નિંગ જાહેર કરવી પડી

નવી દિલ્હી: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી એશિયાની મુલાકાત લીધી છે ત્યારથી વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા તો માત્ર ચીન (China) જ તેમની તાઈવાનની (Taiwan) મુલાકાતથી રોષે ભરાયું હતું પરંતુ હવે સિંગાપોરની (Singapore) સરકારને પણ પેલોસીના નિવેદને ચિંતામાં મૂકી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નેન્સી પેલોસીએ સિંગાપોરની બિઝનેસ કંપનીઓને સૂચન કર્યું હતું કે તેમણે LGBT સમુદાયને સમર્થન આપવું જોઈએ, તેમના હિતોનું રક્ષણ કરવું જોઈએ.

મળતી માબિતી મુજબ પેલોસીના આ નિવેદન પછી હવે આ સમયે સિંગાપોરમાં એલજીબીટી સમુદાયને લઈને બેચેની છે કારણકે સિંગાપોરમાં કલમ 377-A દૂર કરવામાં આવી નથી. પુરુષો વચ્ચે બનેલા સંબંધોને પણ ત્યાં ગુનાહિત ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે નેન્સી પેલોસીએ LGBT સમુદાય વિશે વાત કરી તો સિંગાપોર સરકાર ચિંતિત થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ સિંગાપોર સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે સિંગાપોરને LGBT સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અધિકાર છે. બધા સાથે વાત કર્યા બાદ સમજૂતી થશે. સરકારે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે કંપનીઓ તેમના સ્તરે કંઈ પણ કરી શકે છે, પરંતુ દેશ માટે સામાજિક રીતે વિભાજનકારી સાબિત થાય તેવા કોઈપણ મુદ્દાને સમર્થન આપવું જોઈએ નહીં.

જો કે સિંગાપોરના વિદેશ મંત્રાલયે પણ અમેરિકા માટે એક સલાહ આપી છે. જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં વિદેશી હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિંગાપુરમાં લાંબા સમયથી કલમ 377Aને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 377A ને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ પર સરકારનું એટલું જ કહેવું છે કે તે હજુ પણ વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ સિંગાપોરની સ્થિતિ હજુ પણ ચર્ચા સુધી મર્યાદિત છે, પરંતુ પેલોસીની તાઈવાનની મુલાકાતે ચીનમાં આગ લગાવી દીધી છે. સ્થિતિ એવી છે કે ઘણા વર્ષો પછી ફરી ચીન તરફથી તાઈવાનની આસપાસ મિસાઈલ છોડવામાં આવી રહી છે. આ ઉપરાંત તાઈવાનના એર ઝોનમાં ફાઈટર પ્લેન પણ મોકલવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top